ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો

ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)

ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
3 વ્યક્તિ માટે
  1. બોન્ડા બનાવવા માટે
  2. 500 ગ્રામબાફેલા બટાકા
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 11/2 ચમચીઆમચૂર પાઉડર
  5. 21/2સાંભાર મસાલો
  6. 1/2 ચમચીહિંગ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 3 ચમચીતેલ
  10. 2 ચમચીઅડદની દાળ
  11. 1/2 ચમચીરાઈ
  12. *બોન્ડા ના બેટર માટે
  13. 11/2 કપખીચડીયા ચોખા
  14. 1/2 કપથી થોડી ઓછી અડદની દાળ
  15. 1મુઠ્ઠી ચોખા ના પૌવા
  16. 1/2 ચમચીમેથીદાણા
  17. જરૂર મુજબ ખાટું દહીં
  18. 3/4 કપબેસનનો લોટ
  19. સ્વાદ મુજબ મીઠું
  20. જરૂર મુજબ પાણી
  21. *સાંભાર મસાલો
  22. 11/2 ચમચીચણાની દાળ
  23. 1 ચમચીઅડદની દાળ
  24. 1 ચમચીમેથીદાણા
  25. 1 ચમચીઆખા સૂકા ધાણા
  26. 1 ચમચીજીરૂ
  27. 1/2 ચમચીરાઈ
  28. થોડું સૂકું ટોપરું
  29. 3-4ખાટી આંબલી ની પેશી
  30. 1/2 ચમચીમરી
  31. 4લવિંગ
  32. 1ઈલાયચી
  33. 2 ચમચીકાશ્મીરી મરચું
  34. 1 ચમચીહળદર પાઉડર
  35. *સાંભાર
  36. 1 કપતુવેર દાળ બાફેલી
  37. 1ટમેટાંના ટુકડા
  38. 1નાનો ગોળનો ટુકડો
  39. 1ચમચો તેલ
  40. 1તમાલ પત્ર
  41. 1/2 ચમચીજીરૂ
  42. 1/4 ચમચીહળદર પાઉડર
  43. 1કાશ્મીરી લાલ મરચું
  44. 1/2 ચમચીતીખું લાલ મરચું પાઉડર
  45. 1/2 ચમચીગરમ મસાલો
  46. 2 ચમચીસાંભાર મસાલો
  47. ચપટીહિંગ
  48. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સંભાર બનાવવા ના બધા મસાલાને બે ચમચી તેલની અંદર પાંચ મિનિટ માટે રોસ્ટેડ કરી ઠંડુ પડે એટલેપાઉડર બનાવી લો

  2. 2

    બોન્ડા બનાવવાના બેટર માટે બધી સામગ્રીને overnight પલાળી દો અને જરૂર મુજબ ખાટા દહીથી થીક રાખી આથો લાવવા મૂકી દો

  3. 3

    બાફેલા બટાકાને મેશ કરી તેની અંદર આદુ મરચાની પેસ્ટ હળદર પાઉડર મીઠું ગરમ મસાલો સાંભાર મસાલો અને બે ચમચા તેલ ની અંદર અડદની દાળ અને રાઈ ને બ્રાઉન કલરની થાય પછી આ બટેટા ના મિશ્રણમાં હિંગપર એડ કરી દો

  4. 4

    આ મિશ્રણને મિક્સ કરી તેમાંથી એકસરખા ગોળા વાળી લો

  5. 5

    ઢોસા બનાના બેટરમાં ચણાનો લોટ મીઠું અને જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી ઘાટું નહીં અને પતલુ પણ નહીં એવું બેટર રેડી કરો

  6. 6
  7. 7

    આ બેઠકમાં બટાટાના વાળેલા ગોળા મેડી કરીને મીડીયમ થી ધીમા ગેસ પર ડીપ ફ્રાય કરી લો

  8. 8

    સાંભળ બનાવવા માટે દાળને બાફીને બ્લેન્ડર થી ગ્રાઈન્ડ કરી લો.

  9. 9

    એક પેન ની અંદર તેલ ગરમ કરી તેની અંદર તમાલપત્ર જીરું હિંગ હળદર પાઉડર કાશ્મીરી લાલ મરચું અને સાંભાર મસાલો નાખો

  10. 10

    પછી તરત જ દાળ ને એડ કરી તેને અંદર ટમેટાના ટુકડા ગોળનો ટુકડો મીઠું આદુ મરચાની પેસ્ટ એડ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી ગેસ બંધ કરી દો.

  11. 11

    ઢોસા બોન્ડાને ગરમા ગરમ સાંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes