ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#મોમ
વેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે:
  2. 10 નંગખજૂર
  3. 10 નંગઅંજીર
  4. 3ટે.સ્પૂન દ્રાક્ષ
  5. 3ટે.સ્પૂન સૂકા કોપરા નું છીણ
  6. 100 ગ્રામગળ્યો માવો
  7. 2 ટી.સ્પૂનદૂધ
  8. 2 ટી.સ્પૂનઘી
  9. 1/4 કપસમારેલા બદામ, પિસ્તા
  10. 1/2ટી. સ્પૂન ઈલાયચી પાવડર
  11. 1/2ટી. સ્પૂન જાયફળ પાવડર
  12. લોટ માટે:
  13. 1/2 કપઘઉં નો લોટ
  14. 2ટી. સ્પૂન ઘી મોંણ માટે
  15. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ બાંધી અને તેને સાઈડ પર મૂકો.

  2. 2

    બીજા એક બાઉલમાં પાણી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં અંજીર નાખીને પાંચ મિનિટ માટે ઉકાળો. ગેસ બંધ કરી દો અને આ ગરમ પાણીમાં જ ખજૂર અને દ્રાક્ષ નાખી ને તેને ઢાંકીને થોડીવાર રહેવા દો.

  3. 3

    પાણી માંથી ખજૂર, અંજીર અને દ્રાક્ષ કાઢીને તેને નિતારીને હાથ થી મસળી લો.

  4. 4

    નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં માવો અને દૂધ નાખીને થોડું ગરમ કરો હવે તેમાં ખજૂર અંજીર ની પેસ્ટ અને ટોપરાનું છીણ નાખીને તેને પાંચથી સાત મિનિટ માટે કૂક કરો. હવે તેમાં બદામ પિસ્તાની કતરણ અને ઈલાયચી તથા જાયફળનો પાવડર નાખીને હલાવીને ઠંડુ કરવા મુકો.

  5. 5

    થોડું ઠંડુ થાય એટલે તેના ગોળા વાળી લો. હવે લોટ નો લુઓ લઈ તેને નાનો વણી લો અને વચ્ચે ખજૂર અંજીર વાળા પૂરણ નો ગોળો મૂકી એને બધી બાજુ થી બંધ કરી ફરી થી વણી લો અને પેનમાં ઘી લઈને તેને સાંતળો.

  6. 6

    હવે તેને સર્વિંગ પ્લેટ માં લઇ ઘી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes