ડ્રાયફ્રુટ શિખંડ (Drayfrut shrikhand recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

ગરમીની મોસમમાં જો કાઇ પણ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય જ અને શિખંડ જેવું મળે તો તો મજા જ આવી જાય. મારાં ઘરના સભ્યો ને શિખંડ બહુજ ભાવે છે તો આજે મે બધા માટે શિખંડ બનાવ્યું છે.

#મે

ડ્રાયફ્રુટ શિખંડ (Drayfrut shrikhand recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગરમીની મોસમમાં જો કાઇ પણ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય જ અને શિખંડ જેવું મળે તો તો મજા જ આવી જાય. મારાં ઘરના સભ્યો ને શિખંડ બહુજ ભાવે છે તો આજે મે બધા માટે શિખંડ બનાવ્યું છે.

#મે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
4serving
  1. 2લીટર દૂધ
  2. 500 ગ્રામખાંડ
  3. 5એલચી
  4. 4 ચમચીકાજુ બદામ ના ટૂકડા
  5. 2 ચમચીસૂકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    પહેલા દૂધ ને ઉભરો આવે એવુજ ગરમ કરી લો ઠંડુ થઈ જાય એટલે ઉપરથી એની મલાઈ કાઢી લેવી ત્યારબાદ દૂધમાં ખાલી છાસવાળી આંગળી થી જ દૂધ મેળવવું છાસના ટીપા પાડવાના નથી ખાલી આંગળી જ દૂધમાં ફેરવીને લઈ લેવાની, હવે એક ઢાંકણ ઢાંકી દૂધ જમાવવા મુકવું, 5થી 6 કલાક પછી દહીં તૈયાર થઈ જશે.પછી તેને ફ્રીઝમાં મૂકી દેવું.

  2. 2

    ફ્રીઝમાંથી દહીં કાઢી એક કોટનના કપડાં દહીં કાઢી લેવું પછી તેને એક દોરીથી બાંધી લટકાવી દો એક આખા રાત આવી રીતે rakho, નીચે એક વાસણ મુકવું જેનું પાણી વાસણમાં ભેગું થશે ને પાણી સાવ નીકળતું બંધ થાય પછી જ તેને છોડવું. પછી એક કોટન નું કપડું નીચે પાથરવું એની ઉપર કાગળ મુકવા ને એની ઉપર જે દહીં નો લસકો કોટન ના કપડાં માં મુકવો.

  3. 3

    હવે તેને કપડામાં સાવ આછો આછો પાથરી લેવું, અડધી કલાક આમ રાખવું કાગળ પલળી જાય તો બદલાતાં રેવું મે બેવાર કાગળ ચેન્જ કર્યા છે આમ કરવાથી પાણી જ ભાગ છે સાવ સોસાય જશે પછી લસકાને હાથ લઈ જોવું જો હાથ ચોંટતું ન હોય તો લસકો તૈયાર ગયો હાથમા ચોંટતો હોય તો તેને હજી થોડીવાર રેવા દેવો પછી આપડે લુંવું બનાવીયે એમ આ લસકાનુ બરાબર લુંવું વળે એવુજ થઈ જાય પછી તેને ઘઉં ચાળવાની ચાળણીમાં ચાળી લો.

  4. 4

    હવે ચળાઈ જાય એટલે મિક્સરમાં ખાંડ -એલચી દળી લો, ખાંડ ને લસકો બંને મિક્સ કરી ચમચા થી અડધી કલાક હલાવતા જ રેવું જ્યાં સુધી ખાંડ ઓગળે નઈ ત્યાં સુધી હલાવતા જ રેવું.

  5. 5

    ખાંડ ઓગળી જાય એટલે અડધી કલાક પછી તેમાં બધા ડ્રાયફ્રૂટ નાખી એક ડબામાં ભરી ફ્રીઝમાં મૂકી દેવું icebox માં મુકવું 24 કલાક રાખવું, બીજે દિવસે કાઢી સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો તો તૈયાર છે ડ્રાયફ્રૂટ શિખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes