સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.

#ST
#cookpadindia
#cookpad_gu

સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)

સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.

#ST
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપવર્મીસેલી
  2. 1 ટેબલસ્પૂનઘી
  3. 4 કપદૂધ
  4. 1/3 કપખાંડ
  5. 6બદામ
  6. 6કાજુ
  7. 12સૂકી દ્રાક્ષ
  8. 1 ચપટીકેસર
  9. 1/4 ટીસ્પૂનઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં વર્મીસેલી ઉમેરવી. વર્મીસેલી ને હલકા ગુલાબી રંગની શેકવી. હવે તેમાં કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરીને એક મિનીટ માટે શેકવું. ગેસ બંધ કરીને આ બધી વસ્તુને એક વાસણમાં કાઢી લેવી.

  2. 2

    એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉમેરવું. એક ઉભરો આવે એટલે તેને ગેસ ધીમો કરીને 8 થી 10 મિનિટ માટે ગરમ થવા દેવું. હવે તેમાં વર્મીસેલી અને ડ્રાયફ્રૂટ ઉમેરવા. જ્યારે વર્મીસેલી બરાબર ચડી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને 5 મિનીટ માટે પકાવવું. ખાંડનું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે કે ઓછું રાખી શકાય. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું જેથી કરીને દૂધ તળિયે ચોંટી ના જાય.

  3. 3

    હવે તેમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દેવો. સેમિયા પાયસમ ઠંડુ થવા થી થોડું જાડું થાય છે તો એ રીતે પકાવવું. વધારે જાડું પસંદ હોય તો થોડી વધારે વર્મીસેલી ઉમેરી શકાય. રેફ્રિજરેટરમાં ઠંડું કરવા માટે મૂકવું.

  4. 4

    પાયસમ ને બદામની કતરણ અને સૂકા ગુલાબની પાંદડીઓ વડે સજાવવું. પાયસમ પસંદગી પ્રમાણે ઠંડુ અથવા હૂંફાળું સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes