મેંગો ખીર (Mango kheer recipe in gujarati)

Krishna Rajani
Krishna Rajani @cook_18526397

#કૈરી
કેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ.

મેંગો ખીર (Mango kheer recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#કૈરી
કેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મીનિટ
૪ વ્યક્તિ
  1. 1 વાટકીચોખા
  2. 3પાકી કેરી
  3. 1 વાટકીખાંડ
  4. દોઢલીટર દૂધ
  5. અડધો કપ મિલ્ક પાવડર

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મીનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી ચોખા લ્ઇ તેને સરસ રીતે ધોઈ લો. તેને બે કલાક પલાળી રાખો. દૂધને ઉકળવા મુકો. દૂધ કાઢવાનું ચાલુ થાય ત્યારે તેમાં પલાળેલા ચોખા પાણી કાઢી ઉમેરી દો.

  2. 2

    ચોખા ચઢવા આવે ત્યારે અડધો કપ મિલ્ક પાવડર ઠંડા દૂધમાં પલાળી એકદમ મિક્સ કરી તેમાં ઉમેરી દો. હલાવતા રહો. ચોખા એકદમ ચડી જાય પછી ગેસ બંધ કરી કે ઠંડી પાડી અને રેફ્રિજરેટરમાં મૂકી દો.

  3. 3

    પાકી કેરી સુધારી ક્રશ કરી લો. પીરસવા સમયે કેરીનો પલ્પ ખીર માં મિક્સ કરી દેવો. એક કેરીના જીણા ટુકડા કરી ખીરમાં ઉમેરવા. ઠંડી ઠંડી મીઠી મેંગો ખીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

Similar Recipes