મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો.

મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)

#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 1મોટી પાકી કેસર કેરી
  2. 1/2વાટકો રાંધેલો બાસમતી ભાત
  3. ૧ કપદૂધ
  4. 1વાટકો ખાંડ
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. ગાર્નિશીંગ માટે ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક ગ્લાસ પાણી મૂકીને કૂકરમાં બે વિષલ કરો.

  2. 2

    હવે કેરીની છાલ ઉતારી તેના કટકા કરી તેને મિક્સર જારમાં તેને ક્રશ કરો.

  3. 3

    હવે એક પેનમાં લઈ તેમાં કેરીનો રસ ઉમેરી તેમાં ખાંડ એડ કરી જ્યાં સુધી ચાસણી ન બને ત્યાં સુધી તેને ચલાવો. ખાસ ધ્યાન રાખો કેરીનું ખટાસ જ્યાં સુધી ન જાય અને ચાસણી જેવું ન બને ત્યાં સુધી તેને ચલાવતા રહો. નહીંતર દૂધ ફાટી જવાની શક્યતા છે.

  4. 4

    હવે બીજી બાજુ ગરમ દૂધ કરી તે દૂધ કેરીની ચાસણીમાં ઉમેરી દો.

  5. 5

    હવે ઊકડે એટલે તેમાં રાંધેલો ભાત એડ કરી અને ઉકળવા દો. પછી તેમાં એલચીનો પાઉડર અને ડ્રાયફ્રૂટ નો ભૂકો નાખો. પછી તેને એક બાઉલમાં કાઢી ફ્રીઝમાં ઠંડું કરવા માટે મૂકો અને ઠંડી ઠંડી ખીર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes