છૂંદો (મુરબ્બો) (Murabbo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી (રાજપુરી કેરી) લઇ તેને બરાબર ધોઈ ને છોલી ને ત્યારબાદ છીણી લો.
- 2
હવે તેમાં 2 ચમચી(અથવા સ્વાદ અનુસાર) મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દો...
- 3
હવે લીધેલ 1.5 કિલો ખાંડ ને દળી લો.(તમે દળયા વગર પણ ઉમેરી શકો) જેના લીધે ખાંડ ઝડપ થી કેરી માં ઓગળી જાય અને મિક્સ પણ થઈ જાય.
- 4
હવે 10 મિનિટ પછી તૈયાર કેરી અને મીઠા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ હાથ માં લઇ બન્ને હાથ થી દબાવી વધારા ની ખટાશ કાડી લો (આમ કરવાથી છૂંદા માં ખાંડ પણ ઓછી વપરાશે)
- 5
હવે આ કેરી માં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.ત્યાર બાદ તેમાં હળદર અને લાલ મરચું ઉમેરી પણ મિકસ કરો.
- 6
બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી તપેલી પર સાફ, પાતળું સુતરાઉ કાપડ બાંધી લો.(કાપડ પાતળું હોવું જોઈએ જેથી તડકો સરસ છૂંદા માં જાય અને છૂંદો ઝડપ થી બની જાય).
- 7
હવે આ તપેલી ને તમારા ઘર માં જ્યાં સરસ તડકો આવતો હોય તેવી જગ્યા એ સવારે મૂકવો...અને આખો દિવસ તડકા માં રાખવો..સાંજે જ્યારે તડકો જાય ત્યારે એક વાર છૂંદા ની તપેલી ને ખોલી ને છૂંદો મિક્સ કરી લેવો...બીજે દિવસે ફરીથી છૂંદો તડકે મુકવો..(આ પ્રક્રિયા ઓછામાં ઓછા 3 થી 4 દિવસ સુધી સતત કરવી) (જ્યાં ગરમી વધુ પડે છે ત્યાં 3 કે 4 દિવસ માં છૂંદો તૈયાર થઈ જશે અને જ્યાં ઓછી ગરમી પડે છે ત્યાં 8 થી 10 દિવસ લાગી શકે)
- 8
3 દિવસ પછી મારો છૂંદો બનીને તૈયાર છે...એક વાર તેને મિક્સ કરી તેમાં છેલ્લે તજ અને લવિંગ ઉમેરી મિક્સ કરી લો....
- 9
છૂંદો જ્યાં સુધી એકરસ ના થાય અને બિલકુલ dry ના થાય ત્યાં સુધી તડકે રાખવો જરૂરી છે.
- 10
તો તૈયાર છે છૂંદો અથવા મુરબ્બો જેને તમે કોઈ પણ કાચ ની ચોખ્ખી અને કોરી બોટલ માં ભરી આખું વર્ષ સાચવી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો
#કૈરીમેં first time બનાવ્યો છે. કુકર માં એક સીટી પણ વધારે લાગે છે☺️ Shyama Mohit Pandya -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળામાં તડકા છાયા કેરી નો છૂંદો બનાવવામાં આવે છે #EB #Week Pinky bhuptani -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4 આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે.લગભગ દરેક ગુજરાતી નાં ઘર માં બનતો હોય છે.ગુજરાતી ભોજન નાં ભાણા માં એ સ્વીટ નું સ્થાન પામે છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે.અને આખું વરસ સારો રહે છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ