શેર કરો

ઘટકો

એક કલાક
બાર માસ માટે
  1. અઢી કિલો સારી રેસા વગર ની કાચી કેરી
  2. ૩ કિલોખાંડ
  3. 1 ટેબલ સ્પૂનઈલાયચી પાઉડર
  4. 1મોટી ચપટી કેસર
  5. અડધો કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    કેરી ને સારી રીતે ધોઈ ને તેની છાલ ઉતારવી આમાં એક વાત નું ધ્યાન રાખવું કે છાલ થોડી જાડી ઉતારવાની છે

  2. 2

    કેરી ના મીડિયમ કટકા કરવા અને તેને બાફવા મુકવા

  3. 3

    કેરી બફાઇ જશે એટલે કટકા નો રંગ બદલાઈ જશે હવે તેને એક ચારણીમાં કાઢી લેવા

  4. 4

    હવે એક મોટા જાડા તળિયાં વાળા તપેલામાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી કરવા મૂકો ખાંડ ઓગળી જાય એટલે તેમાં થોડું દૂધ ઉમેરો

  5. 5

    ઉપર ના પગલાં માં ફોટો નથી આવતા એટલે અહીં મુકાયેલ છે

  6. 6

    ત્યારબાદ થોડું ઉકળશે એટલે તેમાંથી મેલ છૂટો પડશે તે કાઢતાં જાવ આમ જ્યાં સુધી ચાસણી એકદમ સરસ પારર્દશક થઈ જાય ત્યાં સુધી કરવું

  7. 7

    હવે તેમાં કેસર ઉમેરો અને ચાસણી દોઢ તારની થાય એટલેબાફેલા કેરી ના કટકા ઉમેરો

  8. 8

    કેરી પારર્દશક થાય અને ચાસણી થઈ જાય એટલે ઉતારી લો અને ઠંડો પડવા દો ઠડો પડ્યા બાદ તેનો સુંદર કલર કેસર ના લીધે આવી જશે

  9. 9

    હવે તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી અને ચોખ્ખી બરણી માં ભરી લો

  10. 10

    સરસ કેસર ઈલાયચી થી મઘમઘતો બારેમાસ ખાઈ શકાય તેવો મુરબ્બો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
પદ્મિની પોટા
પર

ટિપ્પણીઓ

Similar Recipes