વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#આલુ
આ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે.

વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)

#આલુ
આ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફ્રેન્કી મસાલો
  2. ટેબલ સ્પુન ચાટ મસાલો
  3. ૧ટેબલ સ્પુન ગરમ મસાલો
  4. ટેબલ સ્પુન રેડ ચીલી પાઉડર
  5. ૧/૪ટેબલ સ્પુન રોસ્ટેડ જીરુ પાઉડર
  6. ૧/૨ટેબલ સ્પુન ધાણાજીરુ
  7. ૧/૪ટેબલ સ્પુન મરી પાઉડર
  8. ફ્રેન્કી ચપાટી
  9. ૩/૪ કપ મેંદો
  10. ૩/૪ કપ ઘઉંનો લોટ
  11. ટેબલ સ્પુન તેલ
  12. મીઠું સ્વાદનુસાર
  13. પાણી જોઈએ તે પ્રમાણે
  14. ફ્રેન્કી સ્ટફીંગ
  15. ટેબલ સ્પુન તેલ
  16. ૧ટેબલ સ્પુન આદુ ગ્રેટેડ
  17. ટેબલ સ્પુન લીલા મરચાં ચોપ્ડ
  18. ૧/૨ટી સ્પુન હળદર
  19. ૧/૨ટી સ્પુન રેડ ચીલી પાઉડર
  20. ૪ નંગબોઈલ્ડ બટાકા
  21. ટેબલ સ્પુન ફ્રેન્કી મસાલો
  22. મીઠું સ્વાદનુસાર
  23. કોથમીર સ્પીન્કલ
  24. કોથમીર ની ગ્નીન ચટણી
  25. લાલ લસણની ચટણી
  26. ૧/૨કપ કોબી ચોપ્ડ
  27. ૧ નંગકેપ્સીકમ
  28. ૧ નંગડુંગળી
  29. ગ્રીન ચીલી પીકલ (સાઈટ્રીક એસીડ)
  30. ૨ટેબલ સ્પુન લીલા મરચાં ચોપ્ડ
  31. ૧/૪ કપવીનેગર
  32. ૧/૪ટી સ્પુન મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફ્રેન્કી મસાલો બનાવા માટે, ગરમ,ચાટ મસાલો, રેડ ચીલી પાઉડર, જીરા પાઉડર, ધાણાજીરુ ને મરી પાઉડર નાખી મીકસ કરી લેવું. મેંદો, ઘઉ નો લોટ, મીઠું, તેલ ને પાણી નાખી રોટલી નો કણક બાંધો.

  2. 2

    એને ભીનું કપડું મુકીને રેસ્ટ કરવા મૂકો ને ફ્રેન્કી મસાલો બનાવા ગેસ પર એક પેનમાં તેલ નાખી તેમાં આદુ ને લીલા મરચાં સાંતળો. લસણ નાખવું હોય તો અહીં જ નાખી દો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. પછી હળદર,લાલ મરચું, ધાણાજીરુ ને સ્મેશ કરેલા બટાકા નાખી મીકસ કરી લો. પછી ફ્રેન્કી મસાલો બનેવ્યો છે તે નાંખો. મીઠું જોઈએ તે પ્રમાણે નાખો ને કોથમીર નાંખી ને ડીશમાં કાઢીને ઠંડુ થવા દો.

  3. 3

    પછી ચીલી પીક્લસ બનાવા વીનેગર,લીલા મરચાં ને મીઠું નાખી મીકસ કરી ને એક કલાક રાખો. પછી રોટલી કાચીપાકી.બનાવી લી. બટેટા ઠંડા પડે એટલે ટીકી બનાવી ને નોન સ્ટીક પર તેલ મૂકી ને સેલોફ્રાય કરો. ડુંગળી, કોબી ને કેપ્સીકમ લાબા પતલા કાપી લો.તમારે જે વેજીટેબલ નાખવા હોય તે નાખો. કોથમીર ની લીલી ને લસણની લાલ ચટણી બનાવી લો.

  4. 4

    નોન સ્ટીક ગરમ કરોને બટર ને થોડું તેલ મૂકી ને રોટલી હલકી શેખી લો. પછી એસેમ્બલ કરી લો. રોટલીની કીનારી ઉપર લીલી ચટણી, લાલ ચટણી, કેચપ ઓપ્શનલ છે. તેના પર આલુ ની ટીકી ને ઉપર ડુંગળી, કોબી,કેપ્સીકમ ઉપર થોડી લાલ ચટણી ને ફ્રેન્કી મસાલો, ને ચીલી પીકલસ ને ચીઝ નાંખી રોટલી નો રોલ કરો ટાઈટ કરવો. પછી કેચપ ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes