દૂધી ના મૂઠિયા (Dudhi muthiya recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

સમય ની બચત એવા ઝડપી, પોચા અને સ્વાદિષ્ટ મૂઠિયા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીમલ્ટી ગ્રેઈન લોટ
  2. 1/2 દૂધી
  3. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  4. 1 વાટકીઝાડા પૌંઆ નો પાઉડર
  5. 1 વાટકીદહીં
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચી હળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચપટીબેંકીંગ સોડા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 ચમચીખાંડ
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચીઅજમો
  15. 2 ચમચીસફેદ તલ
  16. 1 ચમચોતેલ
  17. 1 ચમચીરાઈ
  18. 1/2 ચમચીહીંગ
  19. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌંઆ ને પીસી પાઉડર બનાવી લો.દૂધી ના નાના ટુકડા, આદુ મરચાં અને લસણ ને સાથે પીસી લો.

  2. 2

    લોટ માં બધાં મસાલા અને પૌંઆ નો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં તેલ,દૂધી, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી, દહીં અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો અને જરુરીયાત મુજબ જ પાણી ઉમેરી મુલાયમ લોટ તૈયાર કરી લો.

  3. 3

    મૂઠીયા જે વાસણ માં બનાવવાના હોય તેમાં તેલ લગાવી દો અને કૂકર અથવા કડાઈમાં પાણી મૂકી, સ્ટેન્ડ પર તેલ લગાવીને ચારણી અથવા કાણાં વાળી કોઈ વાસણ માં તેલ વાળા હાથ કરી લો અને મૂઠિયા વાળી લો અને તેને 40-45 મીનીટ સ્ટીમ થવા દો.

  4. 4

    સ્ટીમ કરેલ મૂઠિયા ના નાનાં ટુકડા કરી લો અને તેને એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, સફેદ તલ, હીંગ અને લીલાં મરચાં, લીમડો નાખી વઘાર કરી લો અને તેમાં સ્ટીમ કરેલ મૂઠિયા ના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને મસાલા ચડે ત્યાં સુધી હલાવતા રહો.

  5. 5

    નોંધ-દૂધી ને ખમણીને નાખવાથી સ્વાદ વધારે સારું કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes