વડા પાવ (Vada pav recipe in Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen

#સ્નેકસ

શેર કરો

ઘટકો

  1. મસાલો બનાવા
  2. 3-4નંગ બાફી ને સ્મેશ કરેલા બટાકા
  3. 1/2ચમચી હળદર
  4. 1ચમચી લીલું મરચું સમારેલું
  5. 1ચમચી ગરમ મસાલો
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1/2ચમચી લાલ મરચું
  8. 2-3ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા
  9. 1/2ચમચી લીંબુ નો રસ
  10. ખીરું બનાવા
  11. 1કપ બેસન
  12. 1/2ચમચી હળદર
  13. મીઠુ સ્વાદ અનુસાર
  14. તેલ તલવા માટે
  15. પાણી જરૂર મુજબ
  16. ચીઝ જરૂર મુજબ
  17. લસણ ની સૂકી ચટણી જરૂર મુજબ
  18. બટર જરૂર મુજબ
  19. 4-5નંગ પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરું બનાવા માટે પેલા એક વાટકા માં બેસન લો. ત્યાર બાદ તેમાં હળદર, મીઠુ અને પાણી ઉમેરી ને તેનું ખીરું બનાવો.

  2. 2

    ત્યાર બાદ વડા બનાવા માટે એક વાટકા માં સ્મેશ કરેલા બટાકા લો. તેમાં હળદર, મીઠુ, ગરમ મસાલો અને લીલું મરચું ઉમેરો. ત્યાંર બાદ તેને મીક્સ કરો ane તેમાં લાલ મરચું, લીંબુ નો રસ અને લીલા ધાણા ઉમેરો અને મીક્સ કરો. તેને અને ત્યાર બાદ તેના ગોલા વાળો.

  3. 3

    ત્યાર બાદ તેને ખીરા માં બોડી ને તેને તેલ માં તળી લો.

  4. 4

    ત્યાર બાદ એક તવો લો. તે ગરમ થાય એટલે તેના પર બટર લો. અને તેના પર લસણ ની સૂકી ચટણી લઇ ને 1 મિનિટ સાંતળો અને તેના પર પાવ મૂકી ને બને બાજુ સેકી દો અને વચ્ચે બનાવેલુ એક વડું મૂકી ને અડઘી મિનિટ બને બાજુ સેકી દો.

  5. 5

    અને ત્યાર બાદ તેના પર છીણેલું ચીઝ પાથરો અને ગરમ ગરમ પીરસો.તેને મેં ટોમેટો કેટચપ અને લસણ ની સૂકી ચટણી સાથે પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

Similar Recipes