પાનકી (Panki Recipe In Gujarati)

avanee
avanee @cook_19339810

પાનકી (Panki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/2 કપચોખા નો લોટ
  2. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1 ચમચીખંડેલું જીરું
  4. 1/2 ચમચી સમારેલી કોથમીર
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 2કેળા ના પાન મોટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કેળા ના પાન ને ધોઈ તેને સાફ કરી તેના એક સરખા ભાગ કરી કટ કરી લો...તમારી નોન સ્ટિક તવી ની સાઈઝ પ્રમાણે કાપવા.બને એટલા ગ્રીન પાન લેવા...

  2. 2

    એક બાઉલ મા ચોખા નો લોટ લઈ તેમાં બધી સામગ્રી નાખી મિક્સ કરી તેમાં ૧ થી ૧ ૧/૨ કપ પાણી નાખી ઢોકળા જેવું ખીરું બનાવી અડધો કલાક ઢાંકી ને રાખી દેવું

  3. 3

    કેળા ના પણ ની ડાર્ક લીલા કલર વાળી સાઇડ પણ તેલ લગાવી લો....હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવેલી સાઇડ ઉપર રહે એ રીતે પણ મૂકો...તેના ઉપર ખીરું પાથરી એના ઉપર બીજું પાન મૂકી દો...બીજા પાન ની તેલ લગાવેલી સાઇડ અંદર રાખવી...

  4. 4

    હવે તેને ધીમા તાપે ૫ મિનિટ ચડવા દો.પછી તેને ઉથલાવી બીજી સાઇડ થી ચડવા દો.ત્યાર બાદ તેને ગરમ ગરમ જ કોથમીર - ફુદીના ની ચટણી સાથે પીરસો. પાન સાથે જ સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

Similar Recipes