બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સ્નેકસ
આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામબેસન
  2. 300એમએલ પાણી
  3. ૧ નાની ચમચીમીઠું
  4. ૧ નાની ચમચીખાવાનો સોડા
  5. ૧ નાની ચમચીલીંબુના ફૂલ
  6. 1/2નાની ચમચી ઈનો
  7. વઘાર માટે.....
  8. ૩-૫ ચમચી પાણી
  9. ચપટીrai
  10. 2 ચમચીદળેલી ખાંડ
  11. લીલા મરચાં
  12. બેથી ત્રણ ચમચી તેલ
  13. થોડાલીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    તો આપણે ઝટપટ નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીશું. એના માટે સૌથી પહેલાં કાથરોટ લઈ એની અંદર બેસનને ચારી લેવો.

  2. 2

    હવે તેની અંદર થોડું-થોડું કરીને પાણી નાખી બેટર રેડી કરો.

  3. 3

    હવે એક વાટકી લઇ તેની અંદર લીંબુના ફૂલ,મીઠું અને પાણી નાંખીને એકદમ હલાવી લો. બધું સરસ મિક્સ થઈ જાય એટલે બેટર ની અંદર બધું જ નાખી દો.

  4. 4

    હવે બેટર ને ચમચાથી એક જ તરફ હલાવો.ત્યારબાદ તેની અંદર ખાવાનો સોડા પણ નાખો અને ઈનો નાખી દો.અને ફરી એકદમ હલાવો.

  5. 5

    હવે ઢોકળીયા માં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઊકળી જાય એટલે તરત જ આપણે જે બેટર બનાવ્યું છે,તેમાંથી થાળીમાં તેલ વાળી ગ્રીસ કરી એની ઉપર બેટર નાખી ઢોકળીયામાં મૂકી દો.

  6. 6

    ઢોકળીયામાં બેટર નાખેલી થાળી રાખીને ઢોકળીયુ બંધ કરી દો. 15 મિનિટ સુધી એમ જ રહેવા દો.

  7. 7

    15 મિનિટ પછી ચપ્પુ અથવા તો તુથપિક વડે ચેક કરી લેવાનું.એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા હશે. હવે ઢોકળાની થાળી ને બહાર કાઢી લો અને સાઈડમાં રાખો.

  8. 8

    હવે એક નાની કડાઈ ગેસ પર રાખો, તેની અંદર તેલ નાખો, તેલ ગરમ થાય કે તરત જ રાઈ,જીરું,મરચાનો વઘાર કરો. અને ખાંડ મિલાવેલો પાણી પણ નાખી દો.

  9. 9

    હવે તૈયાર કરેલો વઘાર ફટાફટ ખમણ ઢોકળા ઉપર રેડી દો.૨ થી ૩ મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ તેને ચોરસ શેપમાં કાપી લો. હવે એક સર્વિંગ પ્લેટ લઈને તેની અંદર લીમડાના પાન અને લીલા મરચા થી સજાવીને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes