ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#trend3
#week3
#post1
#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati )
ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 🌐ખમણ ઢોકળાં ના ખીરા ના ઘટકો :--
  2. ૨ કપબેસન
  3. & ૧/૨ કપ પાણી
  4. ૧ ટી સ્પૂનલીંબૂ ના ફૂલ
  5. ૬ ટેબલ સ્પૂનખાંડ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂનહિંગ
  8. ૧ ટી સ્પૂનમીઠું
  9. ૧ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા
  11. 🌐વઘાર માટે ના ઘટકો :--
  12. ૨ ટેબલ સ્પૂનતેલ
  13. ૧ ટી સ્પૂનરાઈ
  14. ૧૦ થી ૧૫ નંગ મીઠા લીમડા ના પાન
  15. ૪ નંગલીલાં મરચાં ના ટુકડા
  16. ૧/૪ ટી સ્પૂનહિંગ
  17. ૧ કપપાણી
  18. ૧/૨ ટી સ્પૂનમીઠું
  19. ૨ ટેબલ સ્પૂનખાંડ
  20. 🌐ગાર્નિશ ના ઘટકો :--
  21. જરૂર મુજબ લીલી કોથમીર જીની સમારેલી
  22. જરૂર મુજબ કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં બેસન ને ગરણી થી ચારી ને ઉમેરો. હવે એક બીજા બાઉલ મા પાણી, લીંબૂ ના ફૂલ, ખાંડ પાઉડર, હળદર, હિંગ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે જે પાણી તૈયાર કર્યું છે તેને બેસન માં થોડું થોડું ઉમેરી વ્હિષ્કર થી હલાવતા જઈ લમ્સ ફ્રી બેટર એકદમ ફ્લોટિંગ બેટર બનાવવાનું છે. હવે આ બેટર ને 5 થી 7 મિનિટ એક જ દિશા મા ફેટવાનું છે જેથી એમાં હવા ભરાય. હવે આ બેટર ને 5 થી 10 મિનિટ ઢાંકણ ઢાંકી ને રેસ્ટ આપો.

  3. 3

    તે પછી એક ઢોકડીયા માં પાણી ગરમ કરવા મૂકી દો. ત્યાર બાદ બેટર ને ફરી બરાબર હલાવી તેમાં તેલ અને બેકિંગ સોડા ઉમેરી જે દિશા મા પહેલા ફેટ્યું હતું એ જ દિશા માં ફેટવાનું જ્યાં સુધી બેટર એકદમ સરસ ફૂલી ના જાય. હવે બેટર ને સાઈડ પર રાખીશું.

  4. 4

    હવે ખમણ ઢોકળા ની પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લો. હવે બેટર ને ચમચા થી હલાવી તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં ઉમેરી દો. હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા રાખ્યું હતું તેમાં ખમણ ઢોકળા ની પ્લેટ મૂકી મીડીયમ ગેસ ની ફ્લેમ પર 20 થી 25 મિનિટ સુધી કૂક કરી લો.

  5. 5

    હવે 20 થી 25 પછી ખમણ ઢોકળા ને ટૂથ પીક થી ચેક કરી લો કે ઢોકળા બફાયા છે કે નઈ. હવે તેને ઠંડા કરવા મૂકી દો.

  6. 6

    હવે વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ઉમેરી તતડે એટલે મીઠા લીમડા ના પાન, લીલા મરચાં ના ટુકડા ઉમેરી સોટે કરી લો.

  7. 7

    હવે આમાં પાણી, મીઠું અને ખાંડ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી તેમાં ઉભરા ના નાના બબલ આવે ત્યાં સુધી કૂક કરી લો. હવે ગેસ બંધ કરી લો.

  8. 8

    હવે ઢોકળા ને ચકુ થી મનપસંદ શેપ્ માં કટ કરી લો. હવે થોડો ગરમ વઘાર ને એક એક ખમણ પર રેડવું. જેથી ખમણ ની અંદર સુધી વઘાર ભળી જાય.

  9. 9

    હવે આપણા ખમણ ઢોકળા તૈયાર છે સર્વ કરવા માટે. આ ખમણ ઢોકળા પર લીલી કોથમીર ને કોપરા ના છીણ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
hello mam khaman dhokla mate limbu na full available na hoi to tena badle biju kai use kari sakai?? plz suggest me.

Similar Recipes