નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

ચાલો આજે આપણે ઝટપટ બની જાય એવા માથા વગરના ખમણ ઢોકળા બનાવવા જઈએ. તો ચાલો મારા કિચન તરફ રેસીપી જોઇએ.

નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe in Gujarati)

ચાલો આજે આપણે ઝટપટ બની જાય એવા માથા વગરના ખમણ ઢોકળા બનાવવા જઈએ. તો ચાલો મારા કિચન તરફ રેસીપી જોઇએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1સોડાફિઝ નો પેકેટ
  3. જરૂર મુજબ મીઠું
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. વઘાર માટે :
  6. 150મીલી જેટલું પાણી
  7. 11/2ચમચો તેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીહિંગ
  11. જરૂર મુજબ લીંબુ
  12. થોડાલીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટને પહેલા ચાળી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જાવ અને એકદમ હલાવતા જાવ. ઢોકળા બનાવવા માટે ખીરું બહુ જાડુ પણ નહી અને બહુ પતલોનહિ અને મીડીયમ રાખવાનું છે.

  2. 2

    ત્યારબાદ તેમાં સોડાનો પાઉચ નાખી દો. અને તેને એક જ તરફથી ફિણી બે મિનિટ માટે સતત તેને હલાવતા રહો.ત્યારબાદ ઢોકળીયાની પ્લેટ માં તેલ લગાવી દો અને તેમાં તે ખીરું પાથરી દો.

  3. 3

    પછી તેની વાસણમાં મૂકી દો અને ઉપર પ્લેટ ઢાંકો તેનાથી પહેલાં તેની નેપકીન થી ઢાંકી દો જેનાથી તેમાં ઓસ થાય તે ઢોકળા પર ન જાય 30 મિનિટ સુધી તેને ગેસ પર ચડવા દો.ત્યારબાદ ચાકુની મદદથી તેને જોઈ લો જો ચાકો માં ચોંટતું નહોય તો થઈ ગયા છે.

  4. 4

    તેને બે -ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં જોઈતા એકદમ જાળીવાળા ઢોકળા તૈયાર અહીં ફોટોમાં તમને દેખાશે કેવી સરસ મજાની જાળી પડી છે.

  5. 5

    ત્યાર બાદ એક વાસણમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ-જીરું હિંગ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં નાખીને તેને વઘાર કરો. અને તેમાં પાણી ઉમેરો.

  6. 6

    ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ લીંબુ ઉમેરો અને જો મીઠા જોઈતા હોય તો તેની અંદર ખાંડ પણ ઉમેરી ડો. તે વઘારમાં થી થોડું પાણી બહાર કાઢી લો અને ત્યારબાદ તેમાં ઢોકળા નાખી દો તેમાં જે વધારાનું પાણી કાઢ્યું છે તે ઉપરથી રેડી દો તેને હલાવે અને સર્વિંગ પ્લેટમાં કાઢો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes