ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#સ્નેક્સ
#માઇઇબુક
Post 1

શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૩ વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1 ચમચીમેથીદાણા
  4. 1 ગ્લાસખાટી છાશ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સંભાર માટે
  7. 1 વાટકીતુવેરની દાળ
  8. 2ડુંગળી
  9. 2ટામેટાં
  10. 2લીલા મરચા
  11. કોથમીર
  12. 1 ચમચીલસણની ચટણી
  13. વઘાર માટે એક ચમચો તેલ
  14. 1/2ચમચી રાઈ
  15. 1/2ચમચી જીરૂ
  16. ચપટીહિંગ
  17. 1/2ચમચી હળદર
  18. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. 1 ચમચીસાંભાર મસાલો
  21. 1લીંબુ
  22. ૨ ચમચીખાંડ
  23. 1બાફેલુ બટેટુ
  24. લીમડાનાં પત્તા ૮ થી ૧૦ નંગ
  25. કોથમીર
  26. 2લાલ મરચા સુકા
  27. 1/2ચમચી સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ત્રણ વાટકા ચોખા અને એક અલગથી વાટકા અડદની દાળ ને 7થી 8 કલાકમાટે પલાળી દો પછી એને મીક્સરમાં છાશ નાખીને ને સરખી રીતે પીસી લ્યો

  2. 2

    પીસાઈ જાય પછી એને પાછા સાતથી આઠ કલાક માટે આથો આવા માટે રાખી દેવો પછી એની અંદર મીઠું અને સાજીના ફૂલ નાખી ને સરખી રીતે હલાવો

  3. 3

    હવે કુકરમાં દાળને બાફી લ્યો દાલ બફાઈ જાય એટલે દાળને ઝેરીલો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ નાખી રાઇ જીરુ હિંગ નાખીને ડુંગળી મરચાં ટામેટા લીમડાનાં પાન નાખીને સરખી રીતે સાંતળો પછી એની અંદર એક બટેટુ લાલ મરચું ધાણાજીરુ હળદર મીઠું અને લસણની ચટણી નાખીને થોડું પાણી નાખીને સરખી રીતે ચડવા દો પછી એની અંદર બાફેલી દાળ નાખી ને થોડું પાણી નાખીને ઉકાળી લો પછી એની અંદર લીંબુ ખાંડ અને સાંભાર મસાલો નાખીને પાછુ ઉકાળી લો

  5. 5

    હવે ઈડલી ની ડીશ માં તેલ લગાવી અને થોડું થોડું ખીરું નાખી અને ઈડલી ઉતારી લો અને સર્વિંગ ડીશ માં ઈટલી અને સાંભાર ને કાઢી લ્યો

  6. 6

    તો તૈયાર છે ઈટલી સંભાર ચટણી સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes