ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા
  2. ૨ વાટકીઅડદની દાળ
  3. ૧ ચમચીધાણાભાજી
  4. ટામેટું
  5. ડુંગળી
  6. ૧/૨ ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  7. ૧/૨ ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૪હિંગ
  12. ૧ વાટકીતુવેર દાળ
  13. ૧/૨ વાટકીઅડદની દાળ
  14. બટાકા
  15. ૧/૪દૂધી
  16. રીંગણ
  17. સાંભાર મસાલા
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળ ને દળીને 7 - 8 કલાક સુધી પાણી માં મિક્સ કરીને ખીરું તૈયાર કરવું. ત્યારબાદ તેમાં મીઠું નાખીને વાટકીમાં મુકી કૂકર પર તૈયાર થવા ગેસ પર મુકી દો. 15 મિનિટ પછી ઈડલી તૈયાર થશે.

  2. 2

    હવે કૂકરમાં દાળ સાથે મીઠું, પાણી, જીણું સમારેલું શાકભાજી મિક્સ કરી બાફવા માટે મૂકી દો. દાળ બફાઇ જાય પછી તેને બ્લેન્ડરથી ક્રસ કરી લો.

  3. 3

    સાંભાર માટે કડાઈમાં 3 ચમચી તેલ મૂકો. હવે તેમાં રાઈ, જીરુ, હિંગ, આદુ મરચા લસણની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર બરાબર મિક્સ કરી હલાવો.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ બરાબર મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં બાફેલી દાળ અને બાફેલું શાકભાજી ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરો અને ઉકળવા દો. હવે તેમાં સાંભાર મસાલા નાંખી મિક્સ કરો અને ધાણાભાજી ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA
પર

ટિપ્પણીઓ

Similar Recipes