ખાંડવી(khandvi recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#માઇઇબુક#પોસ્ટ_૪#સ્નેક્સ

શેર કરો

ઘટકો

  1. વાટકો ચણાનો લોટ
  2. 3વાટકા છાશ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2ચમચી મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. વઘાર માટે:
  7. 1ચમચો તેલ
  8. 1/2ચમચી રાઈ જીરૂ mix
  9. ૧ ચમચીતલ
  10. પાંચથી સાત પાન મીઠો લીમડો
  11. 1લીલુ મરચું ઝીણું સુધારેલું
  12. ચપટીહિંગ
  13. ગાર્નિશ માટે કોપરાનું છીણ અને લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં લોટ અને બધા મસાલા એડ કરો. હવે તેમાં છાશ મિક્સ કરી બેટર તૈયાર કરો

  2. 2

    હવે એ પેન ને ગેસ ઓન કરી મીડીયમ flame પર મૂકો. હવે તેને તવેથાની મદદથી હલાવતાં રહો. બેટર ઘટ થાય ત્યાં સુધી થવા દો.(અંદાજે ૮ મિનિટ જેવું હલાવો)

  3. 3

    હવે થાળીને ઉંધી કરી તેમાં થોડું બેટર લગાવીને જુઓ રોલ વડે છે તો આપણું બેટર તૈયાર છે.

  4. 4

    હવે તેને થાળીને ઉંધી કરી તેમાં લગાવો અથવા પ્લેટફોર્મ સાફ કરી તેના ઉપર પાથરી દો.

  5. 5

    હવે ચપ્પુથી લાંબા કાપા પાડી અને રોલ વાળી લો.

  6. 6

    હવે વઘારીયા માં એક ચમચો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લીમડો લીલુ મરચું તલ હિગ નો વઘાર કરી ખાંડવી ના વાળેલા રોલ ઉપર વઘાર રેડો.

  7. 7

    હવે કોપરાની છીણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes