ચટણી (chutney in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

ચટણી (chutney in Gujarati)

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટી ઝુડી પાલક
  2. ૨-૩ સ્લાઈસ બ્રેડ અથવા બ્રેડક્રમ્સ એક બાઉલ
  3. ત્રણથી ચાર મોટી ચમચી વાટેલું લીલું મરચું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2ચમચી જીરૂ
  7. 2 ચમચીસાકર
  8. ૩ ચમચીલીંબુનો રસ
  9. દસથી બાર પાન લીમડો
  10. જરૂર મુજબ પાણી અથવા અડધો બાઉલ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ઝીણી સુધારી ધોઈ લેવી

  2. 2

    હવે એક મિક્સર જારમાં સુધારેલી પાલક ૨ થી ૩ સ્લાઈસ બ્રેડ અથવા બ્રેડક્રમ્સ એક બાઉલ એક ચમચી ચાટ મસાલો 1/2ચમચી જીરૂ દસથી બાર પાન લીમડો ચાર ચમચી વાટેલું લીલુ મરચું બે ચમચી સાકર અને ૩ ચમચી લીંબુનો રસએડ કરો હવે થોડું પાણી ઉમેરી તેને ક્રશ કરો પાણી જરાક જ ઉમેરવું અને ક્રશ કરવું થોડું સેમી ક્રશથાય એટલે તેમાં અડધો બાઉલ બરફના ટુકડા ઉમેરવા

  3. 3

    ફરીથી તેને મિક્સરમાં ક્રશ કરી લેવી એકદમ સ્મૂધ ચટણી થાય ત્યાં સુધી ક્રશ કરો આમ બરફના ટુકડા ઉમેરવાથી ચટણી નો કલર એવો ને એવો લીલો જળવાઈ રહે છે

  4. 4

    તો તૈયાર છે સપાઈસીપાલક અને બ્રેડની તીખી ચટણીઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે પણ ટેસ્ટી લાગે છે અને સેન્ડવિચ પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને ખબર પણ નથી પડતી કે આ કોથમરી ની બદલે પાલક ની ચટણી કરેલ છે અને આ ચટણી ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે

  5. 5

    તો અહીંયા મેં એક અલગ અને યુનિક જ ચટણી રેડી કરી છે જે ચટણીમાં સિંગદાણાનો યુઝ કરવામાં નથી આવ્યો તેના બદલે મેં વધેલી બ્રેડની સ્લાઈસ અથવા બ્રેડ ક્રમસ યુઝ કર્યા છેએટલે કોલેસ્ટ્રોલ વાળા પણ અનેહાઈબીપી વાળા પણ ખાઇ શકે છે તથા જે બાળકો અને વૃદ્ધોને પાલક નથી ગમતી તે પણ આ ચટણી કોથમીર ની ચટણી સમજીને ટેસ્ટ થી ખાય છે

  6. 6

    તો તૈયાર છે સપાઈસી પાલક અને બ્રેડ ની ચટણી જેને તમે ભજીયા બીજા કોઈ ફરસાણ અને સેન્ડવિચ સાથે ટેસ્ટ થી ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa Vasani
પર

Similar Recipes