દહીપુરી ચાટ (Dahipuri chat recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
પાંચથી છ લોકો
  1. પૂરી બનાવવા માટે.....
  2. 1વાટકો ઘઉંનો લોટ
  3. અડધો વાટકો રવો
  4. અડધો વાટકો મેંદો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1મોટો ગ્લાસ સાદી સોડા(cold drink)
  7. તળવા માટે તેલ
  8. 1 વાટકીખજૂર આમલીની ચટણી
  9. ૧ વાટકીકોથમીર મરચા ની લીલી ચટણી
  10. 1 ચમચીલસણની ચટણી
  11. 1 વાટકીબાફેલા ચણા
  12. ત્રણથી ચાર બાફેલા બટેટા ઝીણા સમારેલા
  13. 2-3ડુંગળી ઝીણી સમારેલી
  14. 1/2વાટકી સીંગદાણા તળેલા
  15. 1લીટર દહીં
  16. ૧ વાટકીએકદમ ઝીણી સેવ
  17. 1/2વાટકી કાજુ,બદામ, કિસમિસ
  18. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે પૂરી બનાવીશું તો એના માટે ઘઉંનો લોટ, મેદો અને ત્રણે બે વખત ચાળી લો. હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો અને તેને (cold drink) ઠંડી સોડા ધીમે ધીમે લોટ માં નાખતા જાવ અને લોટ બાંધો. લોટ બંધાઈ ગયા બાદ તેને 20 મિનિટ સુધી કૂણો.

  2. 2

    લોટને એકદમ મસડો. ત્યારબાદ તેના નાના લૂઆ વાળી લો. અને નાની પૂરી વણી લો. પૂરી વણાઈ એટલે તરત જ તળી લો. જેથી બધી જ પૂરી એક જ સરખી ફુલ સે અને કડક રહેશે.

  3. 3

    હવે ખજૂર આમલીની ચટણી બનાવીશું.તો એના માટે ખજૂર આંબલી ને ઠળિયા કાઢીને કુકરમાં થોડું પાણી મૂકી બે સીટી કરો.ત્યારબાદ ઠંડુ પડી જાય એટલે એની અંદર ગોળ નાખો અને ત્યારબાદ બધું જ મિક્સરમાં નાખી. એકરસ કરો હવે એની અંદર ગરમ મસાલો અને થોડી મરચાંની ભૂકી નાખી એકરસ કરી ચારણીમાં ગાડી લો તૈયાર છે આપણી ખજૂર આમલીની ચટણી.

  4. 4

    હવે લસણની ચટણી બનાવવા માટે લસણની કડી ફોલી લો અને તેની અંદર મરચાની ભૂકી અને મીઠું અને ૧ ચમચી તેલ નાખી મિક્સરમાં ક્રશ કરો અથવા તો ખાયણી દસ્તાથી ચટણી બનાવી લો.

  5. 5

    કોથમીર મરચા ની લીલી ચટણી માટે સમારેલી કોથમીર, બેથી ત્રણ મરચાં, લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને થોડા સિંગદાણા નાખીને મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર છે લીલી ચટણી.

  6. 6

    ચણાને પાંચ-છ કલાક પલાળી ને બાફી લો. બટેટા ને પણ બાફીને છાલ ઉતારી ઝીણા કટકા કરો. સિંગદાણા ને તળી લો. દહીની અંદર થોડી દળેલી ખાંડ નાખીને રેડી કરી લો. ઝીણી સમારેલી કોથમીર,ઝીણી સેવ એ બધું તૈયાર કરો.

  7. 7

    હવે આપણે દહીં પૂરી ચાટ બનાવીશું.તો સૌ પ્રથમ એક પ્લેટ લો. એની અંદર પૂરી કાણા પાડી ને રાખો. એની અંદર બટેટાનો માવો અથવા તો ઝીણા પીસ, ચણા, સીંગદાણા, દહીં,ત્રણ જાતની ચટણી,ડુંગળી,તેમજ સેવ અને કોથમીર નાખી પ્લેટ તૈયાર કરો.

  8. 8

    થોડા દાડમના દાણા અને થોડા કાજુ, બદામ અને કિસમિસ પણ નાખો.તો ફ્રેન્ડ તૈયાર છે આપણી દહીપુરી ચાટ તે નાનાં-મોટાં સૌને ખૂબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes