શેર કરો

ઘટકો

1-1.5 કલાક
  1. કેક નું બૅટર બનાવવા માટે
  2. 1/2 કપદહીં
  3. 1/2 કપપીસેલી ખાંડ
  4. 1/4 કપતેલ
  5. પાઇનેપલ એસેન્સ 5-7 ટીપાં
  6. 1.5 કપમેંદો
  7. 1.5 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  8. 1/2 ટી.સ્પૂનબેકિંગ સોડા
  9. 3/4 કપદુધ
  10. 3-4 સ્લાઇસટીન પાઇનેપલ
  11. આઇસીંગ માટે
  12. 1 કપબટર
  13. કન્ડેન્સ્ડ મિલ્ક 300 ગ્રામ વાળા
  14. પાઇનેપલ એસેન્સ 5-6 ટીપાં
  15. ચપટીલેમન યેલ્લો કલર
  16. ટીન ચેરી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1-1.5 કલાક
  1. 1

    1)..કેક બનાવવા માટે સૌ પ્રથમ કૂકર ને પ્રિહિટ કરવા મુકવું. એ માટે કૂકર ની રિંગ અને વ્હીસલ કાઢી. કૂકર માં તળીયે મીઠું પાથરવું. તેના પર એક સ્ટેન્ડ મુકવું. ઢાંકણ બંધ કરી 15-20 મિનિટ સુધી મિડિયમ ફલૅમ પર પ્રિહિટ કરવું. 2)... મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી મેંદા થી ડસ્ટીંગ કરી લેવું

  2. 2

    કેક નું બૅટર બનાવવા મિકસિંગ બાઉલ માં સૌ પ્રથમ દહીં, પીસેલી ખાંડ તથા તેલ લઇ બિટર થી સારી રીતે બીટ કરી લેવું.હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા તથા પાઇનેપલ એસેન્સ એડ કરી ગઠ્ઠા ન રહે એ રીતે સ્મૂથ બૅટર તૈયાર કરવું.

  3. 3

    હવે આ બૅટર માં ટીન પાઇનેપલ ના નાના નાના ટુકડા એડ કરવા. બૅટર ને કેક મોલ્ડ માં એડ કરી મોલ્ડ ને 3-4 વખત ઠપકારવું. કૂકર માં મુકી. ઢાંકણ બંધ કરી 35-40 મિનિટ સુધી સ્લો ફલૅમ પર બેક કરવું.

  4. 4

    સામાન્ય રીતે 35-40 મિનિટ માં કેક બની જાય છે, 30 મિનિટ પછી તૂથપિક વડે ચેક કરી લેવું. તૂથપિક અંદર નાખવા થી ક્લિન બહાર આવે તો કેક થઈ ગયું, જો બૅટર લાગેલુ હોય તો વધુ 7-10 મિનિટ બેક કરવું.. કેક થઈ જાય પછી તેને પુરેપુરી ઠંડી થવા દેવી. ત્યારબાદ જ અનમોલ્ડ કરવી.

  5. 5

    ક્રીમ બનાવવા માટે મિકસિંગ બાઉલ માં મેલ્ટેડ સોલ્ટેડ બટર લેવું. બીટર થી એકદમ વ્હાઇટ થાય ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, પાઇનેપલ એસેન્સ અને લેમન યેલ્લો કલર એડ કરી ખૂબ બીટવુ. મિશ્રણ એકદમ ફલોપ્પી કરવું. પાઇપીંગ બેગમા ભરી લેવું. ફ્રીઝ માં મુકવું..

  6. 6

    હવે કેક ને એક પ્લેટ મા લઇ કેક માં વચ્ચે થી બે ભાગ કરી ખાંડ સિરપ લગાવવું. હવે તેના પર ક્રીમ પાથરવું. હવે ઉપર નો લૅયર મુકી, તેના પર ક્રીમ નું લૅયર કરવું. કેક ની સાઇડસ પણ ક્રીમ થી કવર કરવી. ચેરી, ચોકલેટ અને ખાંડ સ્પ્રિંકલર થી ગાનિઁશ કરવું.

  7. 7

    અહીં ક્રીમ બનાવવા માટે બટર નો ઉપયોગ કરેલ હોઇ વધારે સમય માટે બહાર રાખવું નહીં. નહીતર બટર પીગળી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

ટિપ્પણીઓ (22)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
કેક આગલી રાત્રે કરીને ફીઝ મા મુકાય? Crack nahi ave ne?

Similar Recipes