રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત.

રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)

#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યકિત
  1. રોઝ ફ્લેવર કેક માટે➡️
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૪ કપદળેલી ખાંડ
  4. ૧/૪ કપદહીં
  5. ૧/૮ કપ તેલ (sunflower oil)
  6. ૧/૪ ટી.સ્પૂનબેકીંગ પાઉડર
  7. ૧/૮ ટી.સ્પૂન બેકીંગ સોડા
  8. ૧ ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  9. ૨ ટેબલસ્પૂનરોઝ સિરપ
  10. ૧/૪ કપદૂધ
  11. ૧/૪ ટી.સ્પૂનરોઝ એસેન્સ
  12. ૩-૪ ટીપાં પિંક ફૂડ કલર
  13. રોઝ મિલ્ક બનાવવા માટે ➡️
  14. ૧/૨ કપદૂધ
  15. ૧/૪ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  16. ૧/૪ કપફ્રેશ ક્રીમ
  17. ૧/૮ કપ રોઝ સિરપ
  18. ૨-૩ ટીપાં પિંક ફૂડ કલર
  19. સજાવવા માટે ➡️
  20. ૧/૨ કપવ્હીપ કરેલું ક્રીમ
  21. ૪-૫ નંગ બદામ
  22. ૪-૫ નંગ પિસ્તા
  23. થોડી ડ્રાય અથવા ફ્રેશ રોઝ પેટલ્સ્
  24. વધેલું રોઝ મિલ્ક

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કેક માટેની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    પછી ઓવનને ૧૮૦ ડિગ્રી તાપમાન પર ૧૦ મિનિટ માટે પ્રિ-હીટ કરવા મૂકો તથા જેમાં કેક બનવાના છો એ ટીન કે તપેલીને તેલથી ગ્રીસ કરી તેમાં બટરપેપર લગાવી તૈયાર કરી લો.

  3. 3

    હવે એક મિક્સિંગ બાઉલમાં દહીં લો તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી વ્હિસ્કર થી વ્હિસ્ક કરી ૫ મિનિટ માટે રહેવા દો.

  4. 4
  5. 5

    હવે તેમાં તેલ ઉમેરી ફરીથી વ્હિસ્ક કરો.

  6. 6

    હવે દૂધમાં રોઝ સિરપ ઉમેરી હલાવી લો અને તેને દહીંવાળા મિશ્રણમાં ઉમેરી ફરી વ્હિસક કરો.

  7. 7

    હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો અને એક ચારણી રાખી મેંદો અને દળેલી ખાંડને ચાળી લો અને spetula કે ચમચીની મદદથી મિક્સ કરો.

  8. 8
  9. 9

    જો તમને રોઝની ફ્લેવર અને કલર ઓછો લાગે તો તેમાં રોઝ એસ્સેન્સ અને પિંક ફૂડ કલર ઉમેરી મિક્સ કરો. મિશ્રણમાં બરાબર મિક્સ કરવું જેથી તેમાં જરાય ગઠ્ઠા ન રહે.

  10. 10

    હવે તેને ગ્રીસ કરેલ પેન કે તપેલીમાં રેડી, ઓવનમાં ૧૮૦ ડિગ્રી તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ માટે બેક કરો.

  11. 11

    હવે રોઝ મિલ્ક બનાવવા માટેની બધી સામગ્રી એક ગ્લાસમાં મિક્સ કરી લો તથા બદામ- પિસ્તાની કતરણ કરી લો અને વ્હિપ ક્રીમને એક piping bagમાં ભરી તૈયાર કરી લો.

  12. 12

    હવે કેક બેક થઈ ગયા બાદ તેને ઠંડો કરી લો પછી તેમાં ફોર્કથી કાણા પાડી લો અને બનાવેલું રોઝ મિલ્ક ૪-૫ ચમચી જેટલું એના ઉપર રેડો.

  13. 13

    હવે આ કેકને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી વ્હીપ ક્રીમથી મનગમતી ડિઝાઈન કરો પછી ઉપરથી ડ્રાય રોઝ પેટલ્સ્, બદામ તથા પિસ્તાથી સજાવો.

  14. 14
  15. 15

    હવે તે પ્લેટમાં જ સાઈડમાંથી વધેલું રોઝ મિલ્ક રેડો.

  16. 16

    હવે આ કેકને થોડી વાર ફ્રિજમાં ઠંડી કરી તેની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (19)

Similar Recipes