શામ સવેરા (sham savera in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _1
#week 1
#શાક અથવા કરીસ
સંજીવ કપૂર ની સિગ્નેચર ડીશ શામ સવેરા ખુબજ રિચ અને ટેસ્ટી ડીશ છે જેને રેસ્ટોરન્ટ અને હોટેલ માં પીરસવામાં આવે છે પણ એને ઘરે બનાવવી pn ખુબજ સહેલી છે ...

શામ સવેરા (sham savera in Gujarati)

#સુપરશેફ _1
#week 1
#શાક અથવા કરીસ
સંજીવ કપૂર ની સિગ્નેચર ડીશ શામ સવેરા ખુબજ રિચ અને ટેસ્ટી ડીશ છે જેને રેસ્ટોરન્ટ અને હોટેલ માં પીરસવામાં આવે છે પણ એને ઘરે બનાવવી pn ખુબજ સહેલી છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

22 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ગ્રેવી બનાવવા માટે
  2. 1 ચમચીતેલ
  3. 1/2 નાની ચમચીજીરૂ
  4. 1મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
  5. પાંચથી છ લસણની કળી
  6. 1ઈંચ આદુનો ટુકડો
  7. 3મોટા ટામેટા સમારેલા
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/4 કપકાજુ
  10. વઘાર માટે
  11. 1 ચમચીઘી
  12. 1 ચમચીસેકેલા જીરાનો પાઉડર
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1 ચમચીકિચનકીંગ મસાલો
  15. 1 ચમચીકસૂરી મેથી
  16. 2 ચમચીમલાઈ
  17. ગાર્નીસ માટે 1ચમચી મલાઈ
  18. કોફ્તાને તળવા માટે તેલ
  19. #કોફતા ના બહાર ના પડ માટે
  20. 1/2 કપપાલકની પેસ્ટ (બ્લાન્ચ કરીને પાલકની પેસ્ટ બનાવી લેવી)
  21. 2 મોટી ચમચીશેકેલા ચણા નો પાઉડર
  22. 1 ચમચીતેલ
  23. 1 નાની ચમચીકસુરી મેથી
  24. પાંચથી છ ફુદીનાના પાન
  25. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  26. સ્વાદ મુજબ મીઠું
  27. #કોફ્તાના અંદરના ભાગ માટે
  28. 1/2 કપછીણેલુ પનીર
  29. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  30. 1/2 ચમચીમરીનો પાઉડર
  31. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

22 મિનિટ
  1. 1

    ગ્રેવી બનાવવા માટે એક પેન ગરમ કરો તેમાં એક ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં 1/2ચમચી જીરૂં નાખો જીરૂ તતડી જાય એટલે એમાં 1 મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી નાખો લસણ અને આદુ નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળી લો.ત્યાર બાદ તેને ટામેટા નાખો અને કાજુ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીને ટામેટા નું પાણી છૂટું પડે અને ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રાંધી લો

  2. 2

    ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ગ્રેવી ના મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સર જારમાં ફાઇન પેસ્ટ કરીને એને સાઈડમાં રાખી દો

  3. 3

    # કોફ્તા માટે
    એક પેનમાં એક ચમચી તેલ નાખો અને એમાં પાલકની પેસ્ટ નાખો અને એને થોડી તેલમાં સાંતળી લો.ત્યાર બાદ તેમાં બે ચમચી શેકેલા ચણા નો પાઉડર નાખો એક ચમચી લીલા મરચાની પેસ્ટ નાખો અને એને એકદમ રોટલીના લોટ જેવું થાય ત્યાં સુધી સતત હલાવતા રાંધી લો ત્યારબાદ તેમાં કસુરી મેથી ફુદીના ના પાન નાખીને મિક્સ કરીને આ મિશ્રણને એક ડિશમાં કાઢી ને ઠંડુ થવા દો

  4. 4

    કોફ્તાના અંદરના ભાગ માટે એક બાઉલમાં પનીર ને લઈ લો અને એને હાથથી મસળી ને બરાબર સોફ્ટ કરી લો એમાં ઇલાયચી પાઉડર વરિયાળી નો પાઉડર અને મીઠું નાખી અને સરસ મિક્સ કરીને એમાંથી પાંચ ભાગ કરીને પાંચ નાના-નાના બોલ બનાવી ને સાઈડમાં રાખી દો

  5. 5

    પાલકનું બહારનું પડ નું મિશ્રણ બનાવ્યું હતું તે ઠંડું થઈ ગયું છે એને થોડું મસળીને એકદમ લિસ્સું કરી લો અને એમાંથી પાંચ ભાગ કરી લો એક ભાગને સરસ હાથથી મસળી ને પૂરી બનાવી લો વચ્ચે પનીરનો બોલ મૂકો અને એને આખા પનીરના બોલને પાલકના લેયર થી કવર કરી લો આજ રીતે બધા કોફ્તા બનાવીને સાઈડમાં રાખી દો

  6. 6

    બનાવેલા કોફ્તાને મીડીયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ફ્રાય કરી લો અને સાઈડમાં મુકી દો
    હવે આપણે જે આપણું ગ્રેવી મિક્સરમાં પીસી લીધી છે એનો વઘાર કરી લઈએ

  7. 7

    ગ્રવીનો નો વઘાર કરવા માટે એક પેનને ગરમ કરો એમાં એક મોટી ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખો અને એક ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખી મસાલાને સાંતળી લો

  8. 8

    ત્યાર બાદ તેમાં આપણે ગ્રાઈન્ડ કરેલી ગ્રેવી નાખો અને મિક્સ કરી અને એક મિનિટ માટે રાંધી લો સ્વાદ મુજબ મીઠું નાખો ગ્રેવી ખદખદવા માંડે એટલે એમાં બે મોટી ચમચી ઘરની મલાઈ નાખો એક મોટી ચમચી કિચન કિંગ મસાલો નાખો અને સરસ મિક્સ કરીને એક વખત ઊકળવા દો ગ્રેવી સરસ થઇ જાય એટલે છેલ્લે કસૂરી મેથી નાંખી અને ગેસ બંધ કરી દો..

  9. 9

    ગ્રેવીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને એની ઉપર આપણે ફ્રાય કરેલા કોફતા કટ કરીને મુકો અને ઉપર ફ્રેશ મલાઈ થી અને લીલા ધાણા થી ગાર્નીશ કરો
    ને ગરમા ગરમ નાન કે પરોઠા સાથે સર્વ કરો તો મિત્રો તૈયાર છે સંજીવ કપૂરની સિગ્નેચર ડીશ શામ સવેરા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

Similar Recipes