શામ-સવેરા (Shaam-Savera recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#નોર્થ

આપડે અલગ અલગ જાતનાં ઘણાં બધા પંજાબી શાક ખાતાં હોઈએ છીએ. પાલક પનીર અમારી ઘરે બધાનું ખુબ જ ફેવરેટ છે. એ અવારનવાર અમારી ઘરે બનતું રહેતું હોય છે. પણ દર વખતે એકનું એક ખાઈ એ તો, થોડું બોરીંગ પણ થઈ જાય એટલે આજે મેં પાલક- પનીરનાં શાક મા જે વાપરીએ મોસ્ટલી એજ બધી વસ્તુઓ વાપરી આ શામ-સવેરાં બનાવ્યું છે.

શામ-સવેરા એ આપડા માસ્ટર શેફ સંજીવ કપૂર ની બહુ ફેમસ પંજાબી સબ્જીની રેશીપી છે. આમાં ઘણાં બધા સ્ટેપ છે. હું ઘણાં સમય થી તે બનાવવાનું વિચારતી હતી; પણ કોઈ દિવસ તે બનાવી ન હતી. આજે તો મેં એ રેસિપી જોઈ અને બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. બનાવવામાં પાલક પનીર બનાવી એ એનાં કરતાં ખુબ જ વધારે સમય લાગ્યો પણ ખુબ જ સરસ સબ્જી બની.

આ બહુ ફેમસ એવી પંજાબી સબ્જી શામ-સવેરા એ પાલક-પનીર નું એક ખુબ જ નવું અને જુદું જ રુપ છે. તે પાલક પનીર કરતાં એકદમ જ અલગ રીતે બનતું પંજાબી શાક છે. ખુબ જ સરસ બન્યું છે. બધાને ઘરે ખુબ જ ભાવ્યું. મારી દિકરી ને તો કોફતાં એકલાં પણ ખુબ ભાવ્યાં. અમને પાલક- પનીર ખાવા કરતાં આજે જરા ચેન્જ પણ મળ્યો અને એક નવી રેસિપી પણ આજે સીખવા મળી. 🙏

ટેસ્ટમાં તો ખુબ જ સરસ બની છે. 😋😋 તમે પણ જરુંર થી બનાવજો અને કેવી લાગે છે, એ તમે જરુર થી જણાવજો મારા કુકપેડનાં મીત્રો!!!

#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
૨-૩
  1. કોફતાં માટે
  2. 250પાલક (મેં બેબી પાલક યુઝ કરી છે, તે સાદી પાલક કરતાં ટેસ્ટમાં વધારે સારી લાગે છે, તમે ગમે તો રેગ્યુલર પાલક પણ વાપરી સકો છો)
  3. લીલાં મરચા
  4. મીઠું ટેસ્ટ મુજબ (પાલખમાં મીઠું સાચવી ને નાંખવું)
  5. ૧ ચમચીમગજતરી નાં બીજ
  6. કાજું ના ટુકડાં
  7. ૧ ચમચીકોનઁ ફ્લોર
  8. ૧ ચમચીબે્ડ ક્મ્સ
  9. ૧૫૦ ગ્રામ જેટલું પનીર (મેં ઘરે બનાવેલ લીધું છે) તમે બહારનું પણ વાપરી સકો છો
  10. ૧/૧૦ ચમચી ઇલાયચી પાઉડર
  11. ૧/૧૦ ખાંડ (ઓપ્સન્લ છે)
  12. ૧/૨ ચમચીસુકું કોપરાનું ખમણ
  13. ૧/૨ ચમચીતેલ ( કોફતાં વાળતી વખતે હાથમાં જરા લો, એટલે કોફતાં સરસ ફટાફટ ચોંટ્યા વગર વળી જાય
  14. કોફતાં તળવા તેલ
  15. શાક ની ગે્વી માટે
  16. નાનાં સફેદ કાંદા
  17. મીઠું
  18. ૮-૧૦ કાજું ના ટુકડાં
  19. ૩-૪ લસણ ની કળી
  20. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  21. ૧ મોટી ચમચીફરસાણ મસાલો (પંજાબી સાક નો મસાલો પણ તમે વાપરી સકો છો)
  22. ૧ ચમચીમગજતરી નાં બીજ (૩૦ મીનીટ પાણીમાં પલારી ને લેવાં)
  23. ૧ ચમચીખસખસ (૩૦ મીનીટ પાણી માં પલારી ને લેવી)
  24. ૧ ચમચીઘી
  25. ૧/૨ ચમચીતેલ
  26. તજ નો ટુકડો
  27. ૨-૩ આખી ઇલાયચી
  28. ૪-૫ મરી નાં ગાણાં
  29. તમાલપત્ર
  30. ટામેટાં ની પ્યુરી ( મેં બજારની તૈયાર વાપરી છે, તમે ઘરે બનાવેલી પણ વાપરી સકો છો. ટામેટાં ને ગરમ પાણી માં નાંખી ને જરા વાર ઉકાળી લો. પછી મીક્ષરમાં પીસી લો, અને ગાળી લો એટલે સ્મુધ પ્યોરી બની જસે
  31. ૨ ચમચીકી્મ (ઓપ્સન્લ છે)
  32. ૪-૫ કેસરનાં તાંતણાં

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    સૌથી પહેલા એક વાસણ માં દૂધ લો. ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે એમાં લીંબુ નો રસ ઉમેરી ગેસ પરથી ઉતારી લો. સરસ મીક્ષ કરી લો. દૂધ સરસ રીતે ફાટી જશે. બરોબર હલાવતાં રહો. પનીર બની જશે. તેનું બધું પાણી નિતારી લો. અને થોડી વાર ફી્ઝ માં મુકી દો. થોડું કડક થઈ જશે, તો કોફતામાં અંદર ભરતી વખતે ઈઝી પડશે.

  2. 2

    હવે, એક પેનમાં પાણી ગરમ કરો. ઉકાળે એટલે એમાં પાલક ઉમેરો. જરા વાર થવા દો. હવે એને ઠંડું બરફનું પાણી ઉપર થી નાંખી, આવું કરવાથી કલર સરસ રહેલો. હવે, એકદમ સરસ રીતે પાણી બધું નીકળી જાય એ રીતે નિતારી લો. હાથ થી દબાવી ને પાણી બધું કાઢી લો. તેમાં, પલારેલાં મગજતરી નાં બી અને કાજુ ઉમેરો. એકદમ જરાક મીઠું અને લીલું મરચું ઉમેરો અને મીક્ષરમાં મુકી પેસ્ટ બનાવી લો. હવે તેમાં કોનઁ ફ્લોર અને બે્ડ ક્મ્સ ઉમેરી સરસ મીક્ષ કરી લો.

  3. 3

    હવે, એ પાલખનાં મીક્ષ ને હાથ થી સરસ મસળી નાનાં લુઆ કરી લો. પનીર ને ફી્ઝ માંથી કાઢી તેમાં, ઇલાયચી પાઉડર, કોપરું પાઉડર અને જરાક દળેલી ખાંડ ઉમેરો. બધું, સરસ મીક્ષ કરી એનાં પણ પાલક નાં કર્યા તેનાંથી નાના ગોળા વાળી લો. જરુર લાગે તો હાથ તેલ કે ઘી વાળો કરો, જેથી હાથ માં ચોંટે ના.

  4. 4

    હવે, પનીરનાં વાળેલાં ગોળાને પાલખનાં ગોળાની અંદર સ્ટફ કરો. એટલે બહારની બાજુ પાલખનું લેયર અને અંદર પનીર એમ થઈ જશે. આવી રીતે બધાં ગોળા તૈયાર કરી લો. અને તૈયાર કરેલ ગોળા ને ગરમ કરેલ તેલ માં સરસ રીતે તળી લો, અને અ્ને ઠંડા થવા સાઈડમાં રાખો. તમારે તળવા ના હોય તો, અપ્મમેકરમાં જરાક જ તેલમા તળ્યાં વગર કરી સકો છો. મેં પહેલી વાર બનાવ્યાં એટલે તળી ને જ બનાવ્યાં છે.

  5. 5

    હવે, એક પેન કે કઢાઈમાં જરા તેલ લો, તેમાં સમારેલાં કાંદાનઉમેરો. મીઠું ઉમેરો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.

  6. 6

    હવે, તેમાં કાજુનાં ટુકડાં ઉમેરો. જરા વાર થવા દો. હવે તેમાં મરચું પાઉડર અને ફરસાણ નો મસાલો ઉમેરો. બધું સરસ રીતે મીક્ષ કરી લો. મેં બહુ બધા મસાંલા નથી વાર્યાં. તમે ચાહો તો, પંજાબી સાક નો મસાલો પણ વાપરી સકો છે. મારો આ ફરસાણ નો મસાલો ખુબ જ ટેસ્ટી છે, એટલે મારે બીજા કોઈ ખાસ મસાલાં ની જરુર નથી પડી.

  7. 7

    હવે, ૧-૨ ચમચી પાણી ઉમેરો, એટલે મસાલાં બળી નાં જાય. હવે તેમાં લસણ ની કળીઓ ઉમેરે. એને પણ સરસ ગુલાબી થઈ જવા દો. હવે, ગેસ બંધ કરી અને ઠંડું પડવા દો.

  8. 8

    મીક્ષર જારમાં પલારેલ મગજતરી અને ખસખસ પાણી નીતારી ને ઉમેરો, અને ઠ્ડું કરેલું કાંદા વાળું મીક્ષ મીક્ષર જારમાં ઉમેરી લઈ પીસી લો. જરુર પડે તો ૧-૨ ચમચી બીજું પાણી લો. પતલું નથી કરવાનું, એટલે બહુ પાણી ના લેવું. જાડું જ રાખવાનું છે. હવે, એક પેન કે કઢાઈમાં તેલ અને ઘી લો.મેં ખુબ જ ઓછા તેલ-ઘી નો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો બટર પણ વાપરી સકો છો. તેમાં તજનો ટુકડો, આખી ઇલાયચી, મરીનાં દાણાં ઉમેરો. જરા વાર થાય એટલે મીક્ષરમાં બનીવેલ પેસ્ટ ને તેમાં ઉમેરો.

  9. 9

    બધું સરસ મીક્ષ કરો. તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરો. સરસમીક્ષ કરી તેલ છુટું પડે ત્યાં સુધી ધીમાં ગેસ પર થવા દો. મીઠું જરુર લાગેતો ઉમેરો. મસાલાં ચેક કરી જોવો. બસ તૈયાર છે, શામ- સવેરાં.

  10. 10

    બનાવેલ ગે્વી માં પનીરનાં બનાવેલાં કોરતાં વચ્ચે થી અડધાં કટ કરી ઉમેરો. ઉપર જરા કી્મ નાંખો. કેસરનાં તાંતણાં અને મગજતરી માત્ર પલારેલ બીજ થી જરા ડેકોર કરો અને આને નાન કે પરોઠા જોડે ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes