મેથી મટર મલાઈ (Methi Matar Malai)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _1
#week 1
#શાક અથવા કરીસ
મેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ...

મેથી મટર મલાઈ (Methi Matar Malai)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ _1
#week 1
#શાક અથવા કરીસ
મેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. #ગ્રેવી માટે
  2. 1મોટી ડુંગળી સમારેલી
  3. આઠથી દસ લસણની કડી
  4. 1ઈંચ આદુનો ટુકડો
  5. 2મોટા ટામેટા સમારેલા
  6. ૮થી ૧૦ કાજૂ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 4લીલાં મરચાં સમારેલા
  9. 1 કપમેથી ઝીણી સમારેલી
  10. 1/2 કપલીલા વટાણા બાફેલા
  11. 1/2 કપમલાઈ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  14. 3 ચમચીઘી
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 ચમચીકસુરી મેથી
  17. 1/2 નાની ચમચીજીરૂ
  18. 1ઈંચ તજનો ટુકડો
  19. 2નાની ઈલાયચી
  20. 4લવિંગ
  21. 1/2 ચમચીમરી પાઉડર
  22. 1 ચમચીસેકેલા જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં એક ચમચી ઘી નાખો તેમાં સમારેલી ડુંગળી આદુ લસણ અને મરચાંને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી નો ડુંગળી ગુલાબી થઇ જાય એટલે તેમાં સમારેલા ટામેટા મીઠું અને કાજુ નાખીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી રાંધી લો ત્યારબાદ ગેસ ની ફ્લેમ ઓફ કરીને મિશ્રણને ઠંડુ કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો અને સાઇડમાં રાખીને

  2. 2

    બીજી એક પેનમાં એક ચમચી ઘી નાખો અને એમાં સમારેલી ઝીણી મેથી ની ભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી અને ભાજી ને સાંતળી લો જ્યાં સુધી એનું પાણી બળી જાય અને ભાજી કોરી થઇ જાય ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે આમ કરવાથી ભાજી ની કડવાશ નીકળી જાય છે અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને એને સાઈડમાં રાખી લો

  3. 3

    હવે શાકનો વઘાર કરવા માટે એક પેનને ગરમ કરો તેમાં બે ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં 1/2ચમચી જીરૂં નાખો જીરું તતડી જાય એટલે તેમાં તજ લવિંગ તેજ પત્તા અને ઇલાયચી નાખી ને એક મિનીટ માટે સાંતળી લો મસાલો બરાબર સાંતળી જાય એટલે એમાં આપણે બનાવેલી ગ્રેવી નાખો અને એને મિક્સ કરી દો મિક્સ કરી અને સ્વાદ મુજબ મીઠું નાખો શેકેલા જીરાનો પાઉડર નાખો મરી પાઉડર નાખો અને સરસ મિક્સ કરીને એમાં શેકેલી સાંતળેલી મેથી નાંખો અને અડધો કપ પાણી નાખીને સરસ મિક્સ કરીને એમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને રાંધી લો

  4. 4

    ત્યારબાદ એમાં બાફેલા વટાણા નાખો અને સરસ મિક્સ કરી લો અડધો કપ મલાઈ નાખો અને મલાઈ નાખીને એક મિનિટ માટે એને રાંધી લો કિચન કિંગ મસાલો નાખો સ્વાદ મુજબ મીઠું નાખો અને છેલ્લે કસૂરી મેથી નાખી અને ગેસની ફ્લેમ ઓફ કરી દો તો તૈયાર છે આપણો મટર મેથી મલાઈ સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર મલાઈ થી ગાર્નિશ કરીને ગરમા-ગરમ નાન કે પરાઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

Similar Recipes