મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)

Binali Dholakia Mehta
Binali Dholakia Mehta @cook_21909769

વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ.

મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારી માટે લગભગ ૧ કલાક & તળવા માટે ૧૦ મિન
૧૪-૧૫ નં
  1. ૬-૭ મોટા ચમચા ચણા નો લોટ
  2. ૨૦૦ ગ્રામ વઢવાની મરચાં
  3. મિડિયમ બટેટા
  4. ડુંગળી
  5. ૧ મોટો ચમચોઅધકચરા સીંગદાણા
  6. ૧ નાની ચમચીગરમ મસાલો
  7. 1/2ચમચી હળદર
  8. ૧ નાની ચમચીલાલ મરચાનો પાઉડર
  9. 1/2 ચમચી આમચૂર પાઉડર
  10. ૧ મોટી ચમચીખાંડ
  11. ૧ નાની ચમચીધાણાજીરૂ
  12. 1/2ચમચી આખું જીરું
  13. નં લીંબુ
  14. 1/2ચમચી અજમો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. હિંગ
  17. તળવા માટે તેલ
  18. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

તૈયારી માટે લગભગ ૧ કલાક & તળવા માટે ૧૦ મિન
  1. 1

    સૌપ્રથમ મરચાં ધોઈ ને એને વચ્ચે થી કાપો પાડી ને બાજુ માં મૂકી દેવા. ને બાફી લેવા. એક કડાઈ માં ૪ ચમચા ચણા નો લોટ લઈ કોરો શેકવો. તેમાં અધકચરા વાટેલા સીંગદાણા નાખવા અને થોડું શેકવું. લોટ શેકાઈ જશે એટલે તેનો રંગ તેમજ સુગંધ બદલી જશે. લોટ શેકાઈ ગયા બાદ તેને સહેજ ઠંડુ પડવા દેવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરી ને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લેવું. અને તેમાં ડુંગળી ખમણી ને બટેટા ની છાલ ઉતારી ને મસળી ને તેમાં મિક્સ કરી અને માવો તૈયાર કરવો.

  3. 3

    હવે જે મરચાં માં કાપા કરી ને મૂક્યા છે તેમાં વચ્ચે આ માવો ભરી દેવો. અને એક અલગ બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ અને અજમો મિક્સ કરી પાણી નાખી થોડું જાડું ખીરું બનાવવું.

  4. 4

    તળવા માટે તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે ભરેલાં મરચાં ચણા નાં લોટ માં ડિપ કરી ગરમ તેલ માં ડીપ ફ્રાય કરવા.

  5. 5

    મિર્ચી વડા તૈયાર થઈ જાય એટલે તમારી પસંદ ની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. અહીં તેને ખજૂર ની ચટણી તેમજ દહીં ની તીખી ચટણી સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binali Dholakia Mehta
Binali Dholakia Mehta @cook_21909769
પર

ટિપ્પણીઓ

Similar Recipes