જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#WK1
#week1
#cookpadgujarati

રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે.

જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar

#WK1
#week1
#cookpadgujarati

રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 વ્યક્તિ
  1. 🎯 મરચાંમાં સ્ટફ્ડ કરવાના મસાલા ના ઘટકો :--
  2. 8 નંગ (250 ગ્રામ)મોટા લાંબા લીલા મરચાં
  3. 6 નંગમીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  4. 2 tbspતેલ
  5. 1/2 tspહિંગ
  6. 1 tspજીરું
  7. 8-10 નંગમીઠા લીમડાના પાન ટુકડા કરેલા
  8. 2 નંગતીખા લીલા મરચાં જીના સમારેલા
  9. 1/2 ઇંચઆદુના ટુકડાની પેસ્ટ
  10. 1 tbspસુકા આખા ધાણા અધકચરા વાટેલા
  11. 1 નંગમીડિયમ સાઇઝ ડુંગળી જીની સમારેલી
  12. 1 tspનમક
  13. 1/2 tspલાલ મરચું પાવડર
  14. 1/4 tspહળદર પાઉડર
  15. 1 tspગરમ મસાલો
  16. 1/2 tspઆમચૂર પાઉડર
  17. 2 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  18. 1/2 tspખાંડ
  19. તેલ તળવા માટે જરૂરી મુજબ
  20. 🎯 બેસનનું ખીરું તૈયાર કરવાના ઘટકો :--
  21. 1.5 કપબેસન
  22. 1/4 tspનમક
  23. ચપટીહળદર પાવડર
  24. 1/4 tspલાલ મરચું પાવડર
  25. 1/2 tspઅજમો હાથથી મસડેલો
  26. 1/4 tspખાવાનો સોડા
  27. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ ગેસ ની આંચ પર ચાર સિટી વગાડી ને બાફી લો. હવે આ બટાકા ને ઠંડા પાડી તેને હાથ થી મસળી લો.

  2. 2

    હવે આપણે મરચાં માં ભરવા માટે મસાલો બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં હિંગ, મીઠા લીમડા ના પાન ના ટુકડા, જીના સમારેલા તીખા લીલા મરચાં, આદુની પેસ્ટ, અધકચરાં વાટેલા સૂકા આખા ધાણા ઉમેરી મિક્સ કરી થોડી વાર માટે સોતે કરી લો.

  3. 3

    હવે આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી મિકસ કરી ડુંગળી નો કલર ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી સોતે કરી લો. હવે આમાં નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આમાં બાફેલા બટાકા નો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આમાં ખાંડ અને લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો. ને આ મિશ્રણ ને ઠંડુ કરવા મૂકી દો.

  5. 5
  6. 6

    હવે આપણે મરચાં વડા માટે બેસન નું ખીરું બનાવીશું. એની માટે એક બાઉલ માં બેસન ઉમેરી તેમાં નમક, હળદર પાઉડર, લાલ મરચું પાવડર, અજમો અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભજીયા નું ખીરું થોડું જાડું તૈયાર કરી લો.

  7. 7

    હવે મોટા લીલા મરચાં ને ધોઈ ને કપડાથી સાફ કરી સૂકવીને તેને ચપ્પા થી વચ્ચે એક કટ લગાવી તેમાંથી બધા બીજ કાઢી નાખી તૈયાર કરી લો.

  8. 8

    ત્યારબાદ હવે તૈયાર કરેલા મસાલા ને કટ કરેલા મરચાં માં એકદમ ટાઈટ ભરી લો. અને આ રીતે બધા મરચાં તૈયાર કરી લો.

  9. 9

    હવે એક પેન મા તેલ ગરમ કરવા મૂકી દો. હવે આ ગરમ તેલ મા મરચાં ને બેસન ના ખીરા માં કોટ કરી ગરમ તેલમાં ઉમેરી ગેસ ની મીડિયમ આંચ પર ગોલ્ડન ફ્રાય કરી લો.

  10. 10
  11. 11

    હવે આપણા એકદમ ક્રિસ્પી ને થોડા સ્પાઇસી એવા જોધપુરી મિર્ચી વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વડાને ગરમ ગરમ ચા કે કોફી સાથે દહીં ચાટ, ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરી ખાવાની મજા માણો.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes