પીઝા (Pizza)

Gaurav Patel
Gaurav Patel @cook_24885798
Junagadh

#july

પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.

પીઝા (Pizza)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#july

પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૬ મિનિટ
૨ નંગ પીઝા
  1. ઘટકો:-
  2. ચીઝ સૉસ માટે
  3. ૧/૨ કપખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
  4. ૨ ટેબલસ્પૂનમાખણ
  5. ૧ ટેબલસ્પૂનમેંદો
  6. ૧/૪ કપદૂધ
  7. મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાઉડર, સ્વાદાનુસાર
  8. વેજીટેબલ ટૉપીંગ માટે
  9. ૧/૨ કપસ્લાઇસ કરીને હલકા ઉકાળેલા બેબી કોર્ન
  10. ૧/૨ કપહલકા ઉકાળેલા ગાજરના ટુકડા
  11. ૧/૨ કપહલકા ઉકાળેલા ઝૂકિનીના ટુકડા
  12. ૧/૨ કપસ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં
  13. ૧ ટેબલસ્પૂનમાખણ
  14. મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાઉડર, સ્વાદાનુસાર
  15. બીજી જરૂરી વસ્તુઓ
  16. પાતળા પીઝાના રોટલા (૧૭૫ મી.મી. (૭”)ના ગોળાકારવાળા)
  17. ૧/૨ કપપીઝા સૉસ
  18. ૧/૨ કપખમણેલું મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૬ મિનિટ
  1. 1

    રેસિપી:-

  2. 2

    એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
    તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, ચીઝ, મીઠું અને મરીનું પાઉડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
    આ ચીઝ સૉસના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

    વેજીટેબલ ટોપીંગ માટે
    એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં શાકભાજી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
    પછી તેમાં મીઠું અને મરીનું પાઉડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    આ વેજીટેબલ ટોપીંગના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

    આગળની રીત
    પીઝાના ૧ રોટલાને સાફ-સૂકી જગ્યા પર રાખી તેની પર ચીઝ સૉસનો એક ભાગ પાથરી ઉપર વેજીટેબલ ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
    તે પછી તેની પર ૧/૪ કપ પીઝા સૉસ સરખી રીતે પાથરી છેલ્લે તેની પર ૧/૪ કપ ચીઝ છાંટી લો.
    રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો પીઝા પણ તૈયાર કરી લો.

  4. 4

    આ બન્ને પીઝાને ગ્રીઝ કરેલી ઑવનની ટ્રે પર મૂકી આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) તાપમાન પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા પીઝા રોટલા સરખી રીતે બ્રાઉન થઇ તેની પરનું ચીઝ પીગળી જાય ત્યાં સુધી બેક કરી લો.
    તેના સરખી રીતે ત્રિકોણાકાર ટુકડા પાડી તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gaurav Patel
Gaurav Patel @cook_24885798
પર
Junagadh
pizza 🍕. gulabajambu.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes