પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#AM4
પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4-5 પરાઠા માટે
  1. પરાઠા નો ડોહ તૈયાર કરવા માટે:
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 Tspતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. જરૂરિયાત મુજબ પાણી
  6. સ્ટફિંગ તૈયાર કરવા માટે:
  7. 1/4 કપસમારેલા કેપ્સીકમ
  8. 1/4 કપસમારેલી ડુંગળી
  9. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  10. 1/4 કપખમણેલું ગાજર
  11. 2 Tbspઓલીવ
  12. 1/2 કપપનીરના નાના ટુકડા
  13. 1/2 કપખમણેલું ચીઝ
  14. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  15. 1 Tspગ્રીન હર્બ
  16. 1 Tspઓરેગાનો
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 3 Tbspપીઝા સોસ
  19. પરાઠા શેકવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પરાઠા નો ડોહ તૈયાર કરવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઇને તેમાં તેલ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી પાણી વડે રોટલી જેવો કુણો લોટ બાંધવાનો છે. આ લોટને ઢાંકીને સાઈડ પર રાખી દેવાનો છે.

  2. 2

    સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં સમારેલા કેપ્સિકમ, સમારેલી ડુંગળી, ખમણેલું ગાજર અને બાફેલી મકાઈના દાણા ઉમેરવાના છે.

  3. 3

    તેમા ઓલીવના ટુકડા, પનીરના ટુકડા અને ખમણેલું ચીઝ ઉમેરવાનું છે.

  4. 4

    તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન હર્બ, ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાના છે.

  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે તેમાં પીઝા સોસ ઉમેરવાનો છે. અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણુ પીઝા પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ જશે જેને સાઈડ પર રાખી દેવાનું છે

  7. 7

    તૈયાર કરેલા ડોહ માંથી બોલ બનાવી તેમાથી મોટી રોટલી જેવું ગોળ વણી લેવાનું છે. આ રીતે એક સરખા માપની બે રોટલી તૈયાર કરી લેવાની છે.

  8. 8

    હવે એક પળ પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરવાનું છે અને તેના પર બીજું પળ મૂકીને તેની કોર પર થોડું પાણી લગાવી આંગળા વડે બંને પળને દબાવીને ચોટાળી દેવાના છે.

  9. 9

    ગેસ પર એક લોઢી ગરમ મૂકી તેના પર થોડું તેલ કે ઘી લગાવી તૈયાર કરેલા પરાઠાની બંને સાઇડ ને શેકવાની છે. જેથી આપણા પીઝા પરાઠા તૈયાર થઈ જશે.

  10. 10

    મેં પીઝા પરાઠાને આ રીતે પીઝા ની જેમ કટ કરીને સર્વ કર્યા છે.

  11. 11

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes