ક્રીસ્પી વેજ અપ્પે

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

35 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1 કપઘઊંનો લોટ (રોટલીનો), ½ કપ સુજી, ½ કપ ઓટ્સ
  2. 1/2 કપદહીં, પાણી જરુર મુજબ
  3. સોલ્ટ...સ્વાદ મુજબ (બેટર માટે)
  4. 1/2 કપબારીક કાપેલી ઓનિયન
  5. 1/2 કપકાચા ફ્રેશ લીલા વટાણા – અધકચરા ગ્રાઇંડ કરેલા
  6. 1/2ટી સ્પુન ખાંડ
  7. 1/2 કપબારીક કાપેલા કેપ્સીકમ
  8. 2ટેબલ સ્પુન ગાજરનું ખમણ
  9. 3ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  10. 1ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ
  11. વેજીટેબલના વઘાર માટે :
  12. 3ટેબલ સ્પુન ઓઇલ, ½ ટી સ્પુન રાઈ, ½ ટી સ્પુન આખુ જીરુ
  13. મસાલા:
  14. 1/2ટી સ્પુન કાશ્મીરી મરચુ
  15. 1/2ટી સ્પુન ધાણાજીરુ પાઉડર
  16. 1/2ટી સ્પુન હળદર પાઉડર
  17. 1/2ટી સ્પુન ગરમ મસાલો
  18. 1/2ટી સ્પુન હિંગ (વઘારમાં નાખવાની નથી)
  19. 1ટી સ્પુન ચાટ મસાલો
  20. સોલ્ટ – વેજીટેબલના મિશ્રણ માટે – સ્વાદ મુજબ
  21. ઓઇલ – અપ્પે બનાવવા માટે જરુર મુજબ
  22. 1ટી સ્પુન બેકીંગ સોડા, 2 ટી સ્પુન લેમન જ્યુસ
  23. પાણી – બેટરની કંસીસટ્ન્સી સેટ કરવા માટે
  24. ગાર્નીશ કરવા માટે :
  25. ફ્રેશ વટાણા, ઓનિયન રીંગ્સ અને તેના નાના પીસ
  26. મરચાની રીંગ્સ, ગાજરનું ખમણ, કોથમરી અને ટોમેટો કેચપ
  27. સર્વ કરવા માટે રો ટોમેટો ચટણી અને ગ્રીન ફુદિનાની ચટણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક પેન લઇ તેને સ્લો ફ્લૈમ પર મૂકી ગરમ કરો. પ્રથમ તેમાં ઘઊંનો લોટલઈ સતત હલાવતા જઈ શેકી લ્યો. તેમાંથી શેકાવાની સરસ અરોમા આવે અને કલર ચેંજ થાય ત્યાં સુધી લોટ શેકો.
    હવે તેને મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી, રવો અને ઓટ્સ પણ વારા ફરતી એજ પ્રમાણે શેકી લ્યો.

  2. 2

    ઘઊંના લોટ સાથે બાઉલમાં બન્ને લોટને ઉમેરી મિક્ષ કરી લ્યો. લોટનું મિશ્રણ થોડું ઠરવા દ્યો.
    ત્યારબાદ તેમાં ½ કપ દહીં ઉમેરો અને સોલ્ટ ઉમેરી એકવાર મિક્ષ કરી લ્યો.

  3. 3

    હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ ઘટ્ટ બેટર(પીક્ચરમાં બતાવ્યાપ્રમાણે) બનાવી બીટરથી થોડું ફીણી લ્યો. હવે તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

  4. 4

    એ દરમ્યાનમાં મિડિયમ ફ્લૈમ પર પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકી, વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ અને ½ ટી સ્પુન આખુ જીરું ઉમેરી બરાબર તતડાવી લ્યો.
    હવે તેમાં ½ કપ બારીક કાપેલી ઓનિયન ઉમેરી મિક્ષ કરી, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા જઈ કૂક કરો.
    ત્યારબાદ તેમાં ½ કપ અધકચરા ગ્રાઇંડ કરેલા, કાચા ફ્રેશ લીલા વટાણા અને 1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.

  5. 5

    સાથે તેમાં ½ ટી સ્પુન ખાંડ ઉમેરો, જેથી ગ્રાઇંડ કરેલા વટાણા જલ્દી કૂક થશે. બધું મિક્ષ કરી લ્યો. કૂક કરી લ્યો. ગ્રાઇંડ કરેલા વટાણા બરાબર કૂક થઈ જાય એટલે તેમાં ½ કપ બારીક કાપેલા કેપ્સીકમ અને 2 ટેબલ સ્પુન ગાજરનું ખમણ ઉમેરી મિક્ષ કરી લ્યો.ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી મરચુ, ½ ટી સ્પુન ધાણાજીરુ, ½ ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન ગરમ મસાલો, ½ ટી સ્પુન હિંગ (વઘારમાં નાખવાની નથી) અને 1 ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો. સાથે 3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરો. જરુર મુજ્બ સ્વાદ પ્રમાણે સોલ્ટ ઉમેરો.

  6. 6

    બધું સરસથી મિક્ષ કરીને કેપ્સીકમ, ગાજર કૂક થઈ સોફ્ટ થઈ જાય અને મસાલાની કચાશ નીકળી મિશ્રણમાં બરાબર ભળી જાય ત્યાં સુધી કૂક કરી ફ્લૈમ ઓફ કરી દ્યો. એક બાજુ રાખો.
    હવે બનાવેલા બેટરનું બાઉલ લ્યો. ફરીથી એક વાર મિક્ષ કરી લ્યો. હવે તેમાં 1 ટી સ્પુન બેકીંગ સોડા અને 2 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો.સાથે તરત જ બેટરની કંસીસટંસી સેટ થાય(ઢોક્ળાના બેટર જેવું)એટલું થોડું જ પાણી ઉમેરો.

  7. 7

    ઝડપથી બધું એકસાથે મિક્ષ કરતા જઈ ફીણી લ્યો. હવે તેમાં કુક કરેલા વેજીટેબલનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્ષ કરી ફીણી લ્યો.

  8. 8

    મિડિયમ ફ્લૈમ પર ગ્રીસ કરેલું અપ્પમ પેન મૂકી તેને ગરમ કરો. ગરમ થાય એટલે તેના બધા મોલ્ડમાં 1-1 ટેબલ સ્પુન બેટર મૂકો. (બધાના અપ્પમ પેન નાની કે મોટી સાઈઝના હોય છે તે પ્રમાણે બેટર મુકવું. મારી પાસે નાના મોલ્ડનું અપ્પમ પેન છે).
    હવે ફ્લૈમ થોડી સ્લો કરી ઉપર તેનું ઢાંકણ ઢાંકી દ્યો.

  9. 9

    મોલ્ડમાં ભરેલુ બેટર થોડું કૂક થશે એટલે ઉપરથી આખામાં તેનો કલર ચેંજ થશે એટલે ઢાંકણ ખોલીને તેના પર થોડું ઓઇલ બ્રશીંગ કરી લ્યો અને વુડન સ્ટીકથી નીચેની બાજુથી કૂક થઇને ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થયેલા બધા અપ્પે ફ્લીપ કરી લ્યો.

  10. 10

    ફ્લીપ કરેલી સાઇડ પણ બધા વેજ અપ્પે ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન કૂક કરી લ્યો. પ્લેટમાં ટ્રાંસફર કરો. તો હવે ક્રીસ્પી વેજ અપ્પે સર્વ કરવા માટે રેડી છે.
    આ પ્રમાણે બધા બેટરમાંથી બાકીના ક્રીસ્પી વેજ અપ્પે બનાવી લ્યો.
    ટેસ્ટી, લેસ ઓઇલ, હેલ્ધી એવા ક્રીસ્પી વેજ અપ્પે સર્વ કરવા માટે સર્વીંગ પ્લેટમાં મૂકી, ફ્રેશ વટાણા, ઓનિયન રીંગ્સ અને તેના નાના પીસ, મરચાની રીંગ્સ, ગાજરનું ખમણ, કોથમરી અને ટોમેટો કેચપથી ગાર્નીશ કરો. રો ટમેટાની ચટણી અને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરો. ડીનરમાં કે કીટી પાર્ટીમાં સર્વકરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર

Similar Recipes