બટાકા ચિપ્સ નું શાક(bataka chips nu saak recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગબટાકા
  2. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  3. ૧/૨ ચમચીહળદર
  4. કોથમીર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ત્રણ નંગ બટાકાને સ્લાઈસમાં કાપી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમા ધોયેલા બટાકા નાખો. હવે એમાં લાલ મરચાનો,પાઉડર, હળદર, હિંગ, ગરમ મસાલો અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું.

  3. 3

    ત્યારબાદ તેના પર એકબીજાથી ને બટાકા ચડે ત્યાં સુધી ઢાંકીને થવા દેવું. પાંચથી છ મિનિટમાં બટાકાની ચિપ્સ નું શાક તૈયાર થઈ જાય છે.

  4. 4

    હવે બટાકાની ચિપ્સ નું શાક એક સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીર વડે ગાર્નીશિંગ કરવુ. બટાકાની ચિપ્સ નું શાક રોટલી, દાળ ભાત કે કઢી ખીચડી સાથે ખાઈ શકો છો.

  5. 5

    આ શાક ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે બાળકોને પણ ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes