સેવૈયા ખીર(seviya kheer recipe in Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાડકીસેવૈયા
  2. લીટર દૂધ
  3. ૧ વાડકીખાંડ
  4. 1/2ચમચી ઇલાયચી-જાયફળનો ભૂકો
  5. ૧ ચમચીઘી
  6. 1/2વાટકી બદામ અને કાજુ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયાવાળા તપેલામાં ઘી લો. હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં સેવૈયા ની સેવ ને શેકો. હલાવતા રહેવું એટલે સેવ બધી બાજુથી શેકાઈ જાય.

  2. 2

    સેવૈયા ની સેવ શેકાઈ ને બ્રાઉન કલરની થઈ જાય અને તેમાંથી સરસ સ્મેલ આવે એટલે તેમાં દૂધ ઉમેરો.

  3. 3

    મધ્યમ આંચ પર તેને ઉકળવા દો વચ્ચે વચ્ચે અને સરસ રીતે મિક્સ કરતા રહો. હવે દસ મિનિટ સુધી સતત હલાવતા રહો.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં એલચીનો અને જાયફળનો ભૂકો ઉમેરો. ત્યારબાદ તેમાં બદામ અને કાજુ ના ટુકડા ઉમેરો. હવે દૂધને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરવો.

  5. 5

    ઠંડુ પડે એટલે તેને ફ્રીઝમાં પાંચથી છ કલાક માટે સેટ થવા મૂકી દો. હવે ખીર પર બદામની કતરણ સજાવી સર્વ કરો. તો તૈયાર છે એક સરસ મજાની મીઠાઈ સેવૈયા ખીર.

  6. 6

    દૂધ ઠંડુ પડશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે તો એવી રીતે જ ઉકાળવું. આ ખીર ઘટૃ જ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes