પોટેટો સબ્જી વીથ એ ટ્વીસ્ટ (Potato Sabji with a Twist in Gujarati recipe)

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370

પોટેટો સબ્જી વીથ એ ટ્વીસ્ટ (Potato Sabji with a Twist in Gujarati recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ સરવિંગસ
  1. ૭૫૦ ગ્રામ બટાકા (૬ નંગ)
  2. ૪ નંગટામેટા
  3. ૭ ચમચીતેલ
  4. ૨ ચમચીઆદુ - લસણ - મરચા ની પેસ્ટ
  5. 1/2ચમચી હળદર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. લવિંગ
  8. મરી
  9. ૧ ટુકડોતજ
  10. તેજ પત્તું
  11. ૩ ચમચીશીંગ દાણા નો ભૂકો
  12. ૨ ચમચીકોપરા ની છીણ
  13. ટોસ્ટ નો ભૂકો
  14. ૪ કપપાણી
  15. ૧.૫ ચમચી ગરમ મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧ ચમચીરાઈ
  18. ૧ ચમચીજીરૂ
  19. ૨ ચમચીલીલા ધાણા
  20. ૧.૫ ચમચી ધાણા જીરૂ
  21. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટકાને ધોઈને તેની છાલ કાઢીને નાના નાના સમારવા અને ટામેટા ની પેસ્ટ બનાવવી.

  2. 2

    ત્યારબાદ એક કુકર મા ૭ ચમચી તેલ નાખીને તેમાં રાઈ અને જીરૂ નાખવું. રાઈ જીરૂ તતડે એટલે તેમાં લવિંગ, મરી, તેજ પત્તું અને તજ ઉમેરીને ને સતાડવું. ત્યારબાદ તેમાં ૨ ચમચી આદુ લસણ મરચાં ની પેસ્ટ અને ટામેટા ની પેસ્ટ ઉમેરવી.

  3. 3

    ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચુ, ૩ ચમચી શીંગ દાણા નો ભૂકો, ૨ ચમચી કોપરા ની છીણ, ૪ ટોસ્ટ નો ભૂકો, ૧.૫ ચમચી ગરમ મસાલો, ૧.૫ ચમચી ધાણા જીરૂ અને મીઠું સ્વાાનુસાર ઉમેરીને ૫ મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા નાખી બરાબર મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ તેમાં ૪ કપ પાણી નાખીને બરાબર મિક્સ કરવું અને કુકર બંધ કરીને ૫ સિટી વગાડવી.

  5. 5

    ત્યારબાદ સબ્જી પર લીલા ધાણા નું ગાર્નિશ કરી તેમાં થોડું લીંબુ નીચવિને ગરમ ગરમ પરોઠા અથવા રોટલા જોડે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes