બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સાતમ
ખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે..

બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)

#સાતમ
ખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. ૧ કપઆરા લોટ
  2. ૨ કપસાકર
  3. ૧ ચમચીઇલાયચી પાઉડર
  4. ૫ ચમચીઘી
  5. યલ્લો ફૂડ કલર
  6. કાજુ બદામ અને પીસ્તા બારીક સમારેલા
  7. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં કાજુ બદામ અને પીસ્તા શેકી લો., બાજુમાં રાખો.

  2. 2

    એક બાઉલમાં એક કપ આરા લોટ અને ૨ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો., કોઈ ગાંઠ ન રહી જાય એવી રીતે મિક્સ કરી લો.

  3. 3

    કડાઈમાં ૨ કપ સાકર અને ૧ કપ પાણી ઉમેરો અને સાકર ઓગળે ત્યાં સુધી ગરમ કરો.

  4. 4

    હવે તેમાં આરા લોટ નુ મિશ્રણ ઉમેરીને સતત હલાવતાં જવું જેથી કોઈ ગાંઠ ન થાય.

  5. 5

    ૧૦ મીનીટ સુધી હલાવ્યા બાદ મિશ્રણ થોડુ શાઈની થઈ જશે હવે તેમાં ઇલાયચી પાઉડર અને લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરો.

  6. 6

    હવે તેમાં શેકેલા સૂકા મેવા એડ કરી મિક્સ કરો., તેમાં ર-૨ ચમચી ઘી ઉમેરી મિક્સ કરો અને ૨-૩ મીનીટ સુધી હલાવતા રહો. ટોટલ ૫ ચમચી જેટલું ઘી વાપરવામાં આવ્યું છે.

  7. 7

    અંતે ફૂડ કલર ઉમેરો અને ૨ મીનીટ સુધી સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલી થાળી અથવા ચોરસ મોલ્ડ માં કાઢી લો.

  8. 8

    હલવા ને ૧ કલાક સુધી રુમ ટેમ્પરેચર પર ઠંડું થવા દો. પછી કાપા પાડી સૂકા મેવા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

  9. 9

    Happy Cooking Friends 😊

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

ટિપ્પણીઓ

Similar Recipes