બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#વિકમીલ૨
સ્વીટ
આ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મેં બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે

બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)

#વિકમીલ૨
સ્વીટ
આ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મેં બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપકોર્નફ્લોર
  2. ૧-૧/૨ કપ પાણી
  3. ૧/૪ કપખાંડ
  4. ૧ નંગલીંબુ નો રસ
  5. ટેબલ સ્પુન ઘી
  6. ૧/૪ટી સ્પુન ઇલાયચી પાઉડર
  7. ડ્રાયફ્રુટસ- કાજુ,બદામ,પીસ્તા વોટર મેલન સીડ્હ
  8. ફુડ કલર -ગ્રીન ને રેડ કલર અથવા જે હોય તે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1સૌ પ્રથમ એક બાઉલમાં કોર્નફ્લોર નાખો ને તેમાં 1-1/2 કપ પાણી નાખી વ્હીસપરની મદ્દદ થી બરોબર મીક્સ કરી લેવું જેથી ગુટલી ના પડે...પછી એક પેનમાં ખાંડ નાંખી ને તેમાં એક કપ પાણી ઉમેરી ને મીક્સ કરી લો
    પછી ગેસ ચાલુ કરીને મીડયમ ફ્લેમ પર મેલ્ટ થવા દો. બરોબર ઉકળે ને બબલસ નીકળે એટલે લીંબુ નો રસ નાખી દો. જેથી ફ્લેવર પણ સારી આવશે ને ચાસણી કલીયર થઈ જશે. પછી ગેસ બંધ કરી દો ને જે કોર્નફ્લોર ની સ્લરી બનાવી છે તે બરોબર મીક્સ કરી ને ચા સણી માં એક હાથ વડે નાખો ને બી જા હાથ વડે સતત મીક્સ કરતા રહો.

  2. 2

    જેથી ગુટલી ના પડે ને બરોબર મીક્સ થાય. 2 પછી ગેસ ચાલુ કરી દો ને પછી ધીમા ગેસ પર સતત સ્ટર કરતા રહેવું. પછી તે ઘટ્ટ ને ટ્રાન્સપરન્ટ થઈ જશે. ઘટ્ટ મીક્સર થાય એટલે તેમાં ઘી ઉમેરોને સતત ચલાવતા રહેવું જ્યાં સુધી મીક્સર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી.ઘી નાખવાથી ફ્લેવર ને શાઈન આવે છે હલવા માં, પછી તેમાં ઇલાયચી પાઉડર ને કાપેલા ડ્રાયફ્રુટસ નાખો ને મીક્સ કરી લો પછી તેમાં કલરને થોડા પાણી માં મીક્સ કરી ને ઉમેરો ને થોડીવાર બરોબર મીક્સ કરી લો પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    પછી કેક મોલ્ડ કે થાળીમાં ઘી થી ગ્રીસ કરી લો ને મીક્સરને તેમા ફેલાવી દો. એક થી બે કલાક એમનેમ રહેવા દો ને પછી એક પ્લેટમાં ઊંધુ પાડી લો. પછી પીસ કરો. અથવા પીસ કરીને પણ કાઢી શકાય. આ ઈઝી નીકળી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes