મેટ સમોસા (mat samosa recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે

મેટ સમોસા (mat samosa recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મિનિટ
ચાર વ્યક્તિઓ માટે
  1. ઉપરના પડ માટે
  2. 2 કપમેંદો
  3. અડધો કપ રવો
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. 2ટી સ્પુન તેલ
  6. ચટણી માટેય
  7. 1 કપસમારેલા ધાણા
  8. 1ચમચો સમારેલી ફૂદીનો
  9. 2લીલા મરચા
  10. 1/2 ચમચીલીંબુ નો રશ
  11. 1ચમચો સીંગ દાણા
  12. 1ચમચો દહીં
  13. 1/2ચમ્ચી ચાટ મસાલો
  14. મીઠું સ્વાદ પ્રમાણ
  15. પૂરણ માટેય
  16. 250 ગ્રામ ગ્રામ રતાળુ
  17. ,2બાફેલા બટાકા
  18. 1/2 કપછીણેલું પનીર
  19. 1/2ચમચી ખાંડ
  20. 1/2ચમચી ગરમ મસાલો
  21. 1 ટેબલ સ્પૂનજીરુ
  22. 1 ચમચીવરીયાળી
  23. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  24. 1/2ચમચી લાલ મરચું
  25. 2 ચમચીકાપેલા ધાણા
  26. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  27. 1 ચમચીકાજુના ટુકડા
  28. મીઠું સ્વાદપ્રમાણે
  29. 2 ચમચીતેલ
  30. તેલ
  31. સમોસા કરવા માટે
  32. મેંદાની સ્લરેય માટે અડધો કપ મેંદો અને ચાર ચમચા પાણી મિક્સ કરી બનાવો

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો લઈ તેમાં રવો મીઠું અને તેલ આ બધું બરાબર મિક્સ કરી થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    રતન ને છોલી તેના ટુકડા કરી લો અને તેને બટાકા સાથે વરાળ પંદરથી વીસ મિનિટ માટે બાફો જ્યારે ઠંડા પડે એટલે બંને તેમાં છીણેલું પનીર અને બધા સુકા મસાલા અને લીલા આદુ-મરચા જૂની તો ખાંડ નાખી સરખી રીતે મિક્સ કરો

  3. 3

    એક પેનમાં તેલ લઈ તેને ગેસ પર મૂકો તેમાં જીરું અને વરિયાળી નાખવી રતાળુ નું
    પૂરણ નાખી સાંતળી બે મિનીટ પછી ગેસ પરથી ઉતારી ઠંડુ થવા જાય અને તેના નાના ગોળા વાળી હાથેથી દબાવી નાની-નાની ટીકી વાળો ચટણીની બધી સામગ્રી મિક્સ માં મિક્સરમાં લઈ ચટણી બનાવો

  4. 4

    લોટ નો ગોળો લઈને તેની રોટલી વણો બંને સાઈડ કાપી ચોરસ બનાવો ચોરસ માં થી પટ્ટી કાપી બંનેને એકબીજા ઉપર ઉભી અને આડી મુકો પછી ગ્રીન ચટણી લગાવો અને તેના ઉપર રતાળુ ની ટિક્કી મૂકો કોઈપણ બે વિરુદ્ધ સાઈડ ની ઝીણી પટ્ટી કાપી બધી મેંદાની લઇ લગાવી બે પટ્ટી એકબીજા ઉપર મૂકી સીલ કરો પછી પછી સાઈડ ની ઝીણી પટ્ટી કાપી એકબીજા ઉપર વારાફરતી ચોંટાડી સાદડી નો આકાર આપો આ રીતે બધા સમોસા તૈયાર કરો

  5. 5

    લોયા માં તેલ મૂકી બધા સમોસા કાચા-પાકા તળી લો ફરી પાછા બધા સમોસા ને ફાસ્ટ ગેસ પર તરોં આવું કરવાથી સમોસા લાંબા સમય સુધી ક્રિશપ રહેશે બધો સમોસા તળાઈ જાય એટલે તેના પર ચાટ મસાલો નાખો અને તેને કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો આ સમોસા તમે કાચા પાકા તળી ફ્રિઝર રાખી એક 15 થી 20 દિવસ માટે સાચવી શકો છો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Desai Arti
Desai Arti @cook_22705033
પર

ટિપ્પણીઓ

Similar Recipes