પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.
#North #નોર્થ

પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)

સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.
#North #નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 થી સવા કલાક
16 થી 18 નંગ
  1. સમોસા ના પડ માટે
  2. 1.5 કપમેંદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 3 ટેબલ સ્પૂનવેજીટેબલ ઘી
  5. 1 ટી સ્પૂનઅજમો
  6. 1/2 ટી સ્પૂનજીરું
  7. પાણી લોટ બાંધવા માટે
  8. સમોસા ના પૂરણ/સ્ટફિંગ માટે
  9. 4મોટા બટાકા
  10. 1/2 ટી સ્પૂનજીરું
  11. 1 ટેબલ સ્પૂનઆખા ધાણા
  12. 1 ટી સ્પૂનવરિયાળી
  13. 1/4 કપપનીર
  14. 1/2 કપવટાણા
  15. 6 નંગકાજુ ના ટુકડા કરેલા
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  19. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  20. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  21. 1.5 ટેબલ સ્પૂનલીલા મરચાં ઝીણા સમારેલા
  22. 1 ટી સ્પૂનઆદું છીણેલું
  23. સર્વ કરવા માટે
  24. લીલી ચટણી
  25. કેચ અપ
  26. આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 થી સવા કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં મેંદો, મીઠું, અજમો અને જીરું લો. હવે તેમાં વેજીટેબલ ઘી નાખો અને સરખું મિક્સ કરી લો. મુટ્ઠી પડતો લોટ હોવો જોઈએ. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને કઠણ લોટ બાંધી લો. 25 થી 30 મિનિટ માટે રહેવા દો. ત્યાં સુધી સમોસા ના ફીલીંગ ની તૈયારી કરી લઈશું.

  2. 2

    બટાકા બાફી લો અને છાલ ઉતારી લો. મરચાં સમારી લો અને આદુ છીણી લો. વરિયાળી અને ધાણા ને પાટલી પર વેલણ વડે હાફ ક્રશ કરી લો.

  3. 3

    હવે 1 પેન માં તેલ ગરમ કરો. તેમાં સૌ પ્રથમ કાજુ ના ટુકડા ઉમેરો અને કૂક કરી લો. આ કાજુ ના ટુકડા બહાર કાઢી લો. ત્યારબાદ આ જ તેલ માં પનીર ઉમેરો અને કૂક કરી લો. પનીર ફ્રાય થઈ જાય એટલે કાઢી લો. હવે આ જ તેલમાં જીરું, અધ કચરા કરેલા વરિયાળી અને ધાણા ઉમેરો. 30 સેકંડ પછી લીલા મરચાં અને આદુ ઉમેરો. એકાદ મિનિટ માટે કૂક કરી લો.

  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા મુટ્ઠી થી uneven છૂંદો કરી ઉમેરો. બટાકા ના ટુકડા પણ કરી શકો. વટાણા પણ ઉમેરો. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે જે કુક થયેલા છે. તમે ફ્રેશ લેતા હોવ તો બટાકા જોડે બાફી લેવા જેથી નરમ થઈ જાય. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો ઉમેરો અને બધુ સરખું મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે આ મિશ્રણ માં પનીર અને કાજુ ના ટુકડા અને કોથમીર ઉમેરો અને બધુ સરખું મિક્સ કરીને ગેસ બંધ કરી દો. હવે આપણે સમોસા બનાવીશું. તેના માટે 1 લૂવો લઈ તેને વણી લો.

  5. 5

    વણેલા લુવા ને વચ્ચે થી છરી વડે કટ કરી લો. હવે 1 ભાગ લો તેને ક્રોસ માં વાળો અને પાણી લગાવો તેના પર બીજી સાઇડ થી વાળીને કોન જેવો શેપ આપો.

  6. 6

    હવે આ કોન માં બટાકા ના ફીલીંગ નું મિશ્રણ ભરી લો અને ઉપર ની બાજુ થી કિનારી પર પાણી લગાવી બેઉ બાજુ ભેગી કરીને દબાવતાં જાઓ અને બંધ કરી લો. આવી રીતે બધા સમોસા વાળીને રેડી કરી લો.

  7. 7

    હવે 1 કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે આંચ મધ્યમ કરી દો. બધા સમોસા મધ્યમ આંચ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ સમોસા કોથમીર ની લીલી ચટણી, કેચ અપ અને આંબલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes