રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#વેસ્ટ
#રાજસ્થાન
રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મીનીટ
4 લોકો
  1. 6-7લાંબા લીલા મરચાં
  2. 2-3બાફેલા બટેટા
  3. 2ટે.ચમચી આખા ધાણા
  4. 1ટે.ચમચી જીરૂ
  5. 1ટે.ચમચી વરીયાળી
  6. 2આખા લાલ મરચાં
  7. 1 ટી.સ્પૂનઆમચૂર પાઉડર
  8. 2ટે.ચમચી કોથમીર
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1ટે.ચમચી તેલ
  11. 2 કપચણાનો લોટ
  12. 1/4 ટી.સ્પૂનહળદર
  13. ચપટીખાવાનો સોડા
  14. તળવા માટે તેલ
  15. સર્વિંગ માટે તીખી લીલી ચટણી, મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

25-30 મીનીટ
  1. 1

    એક કડાઈ માં આખા ધાણા, જીરૂ, વરીયાળી અને લાલ મરચાં શેકી લેવા. થોડા ઠંડા થાય એટલે મિકસર માં અધકચરા ક્રશ કરી લેવા.

  2. 2

    બાફેલા બટેટા ને છોલીને માવો કરી લેવો.
    કડાઈ માં તેલ ગરમ કરી વાટેલી મસાલો સાંતળવો. બાફેલા બટેટા નો માવો ઉમેરવો. સ્વાદ મુજબ મીઠુ, કોથમીર અને આમચૂર પાઉડર ઉમેરી સરખું મિક્સ કરવું.

  3. 3

    મરચાં માં એક કાપો મૂકી બધા બી કાઢી લેવા.
    મરચાં માં બટેટા નું પૂરણ ભરી તૈયાર કરવા.

  4. 4

    ચણાના લોટમાં મીઠુ અને હળદર નાખી પાણી રેડી થોડું જાડું ખીરૂ બનાવવું. ખાવાનો સોડા અને 1ચમચી ગરમ તેલ ઉમેરી ખીરૂ સરખું હલાવી લેવું.

  5. 5

    ભરેલા મરચાં ને ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લેવા.
    ગરમાગરમ મિર્ચી વડા તીખી મીઠી ચટણી અને ચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

Similar Recipes