વાટેલી દાળ ના ખમણ

Divya Patel
Divya Patel @divyapatel

#ઓગસ્ટ

વાટેલી દાળ ના ખમણ

1 કમેન્ટ કરેલ છે

#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપચણા ની દાળ
  2. 2 ટે. સ્પૂન મોળું દંહી
  3. 200મીલી ગરમ પાણી
  4. 1 ટે. સ્પૂન હળદર
  5. 1 ટે. સ્પૂન લીલું મરચું વાટેલું
  6. 2 નંગઈંચ આદુ વાટેલું
  7. મીઠું સ્વાદઅનુસાર
  8. 1 ટે. સ્પૂન ખાંડ
  9. 1 ટી.સ્પૂન ઇનો
  10. વઘાર માટે
  11. 2 ટેબલસ્પુન તેલ
  12. 1 ટી.સ્પૂન રાઇ
  13. ગાનિઁશિંગ માટે
  14. ઝીણા સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને બે પાણી થી ધોઈ 4 કલાક માટે પલાળી દેવી.

  2. 2

    દાળ પલળે એટલે એને મિક્ષર માં દંહી નાંખી પીલી લેવી. ખીરૂ જાડું રાખવું.

  3. 3

    ખીરા માં હળદર,મીઠું, લીલું મરચું નાંખી 7-8 કલાક માટે આથો લાવવા મૂકી દેવું.

  4. 4

    આથો આવ્યા બાદ ખીરૂ ખૂબ જાડું હોય તો જ થોડું ગરમ પાણી ઉમેરવું. ખીરા મા છીણેલું આદુ,ખાંડ તથા ઇનો નાંખી 5 મિનિટ માટે ફેંટવુ.

  5. 5

    વરાળિયા ની થાળી માં તેલ લગાવી ખીરું પાથરવું. 20 મિનિટ થવા દેવું. ચડી જાય એટલે થાળી બહાર કાઢી 5 મિનિટ માટે સેટ થવા દેવી. ત્યારબાદ ચોરસ આકાર મા કાપી લેવા.

  6. 6

    કડાઈ મા તેલ મૂકી રાઈ તતડે એટલે ખમણ એડ કરવા. લીલા ધાણા નાંખી ગાઁનિશ કરવું.

  7. 7

    તૈયાર છે વાટેલી દાળ ના ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Patel
Divya Patel @divyapatel
પર

Similar Recipes