વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૫૦ મિનીટ
  1. ખીરા માટે ની સામગ્રી
  2. ૪૦૦ ગ્રામ ચણદાળ (૪ કલાક પલાળેલી)
  3. ૧ ચમચીહિંગ
  4. ૧ ચમચીહળદર
  5. ૧/૨ કપદહીં
  6. ૧ ચમચીઇનો
  7. ૧ ચમચીખાંડ
  8. ૨ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  9. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  10. ૧ ચમચીસોડા
  11. પાણી જરૂર મુજબ
  12. વઘાર માટે ની સામગ્રી
  13. ૫-૬ ચમચા તેલ
  14. ૨ મોટી ચમચીરાઈ
  15. ૧ ચમચીજીરૂ
  16. ૫-૬ તીખા મરચા
  17. ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  18. ૧ નાની ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૪૦-૫૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક વાસણ મા ચણા ની દાળ ને એક વાર પાણી થી ધોઈ ને ૪ કલાક પલાળવી.
    ત્યાર બાદ ચણા ની દાળ પલળી જાય એટલે તેમાં થી બધું પાણી નિતારી ને ફરી વાર એક પાણી થી ધોવી

  2. 2

    હવે આ ચણા ની દાળ સાથે ૧ ચમચી હળદર અને ૧ ચમચી હિંગ અને ૧/૨ કપ દહીં અને જરૂર પ્રમાણે પાણી નાખી ને મિક્ષ્ચર માં રવા જેવું દરદરુ ક્રશ કરવું.

  3. 3

    હવે એક દબા માં ખીરું નાખવું.તેમાં ૧ ચમચી ઇનો નાખી ને ૭-૮ કલાક માટે મુકવુ જેથી આથો સરસ આવી જાય

  4. 4

    નોટ ૧: જો તમે સાંજે ૬ વાગે ચણાની દાળ પલાળી હોય તો રાત્રે ૧૦ વાગે ક્રશ કરી ને મૂકી દેવુ તો સવાર સુધી સરસ આથો આવી જાય.

  5. 5

    નોટ ૨:દાળ ને આપણે ૪ જ કલાક પલાડસુ.જેથી ખીરા માં કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી. હંમેશા દાળ ને પલાળી ને બધું પાણી કાઢી ને એક વાર ધોઈ ને પછી જ આ રીતે ક્રશ કરી ને આથો લાવવા મૂકવી.અને મીઠું એડ કરવું નહિ.

  6. 6

    ૮ કલાક પછી આથો સરસ આવી જાય એટલે ખીરા માં જરૂર પ્રમાણે પાણી અને મીઠું નાખી ને ખીરુ થોડુ પાતળુ કરવું. આપણે તેને મધ્યમ જાડું રાખીશું.

  7. 7

    ત્યાર બાદ ખીરા માં ૧ ચમચી ખાંડ,૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ,૨ ચમચી આદુ ની પેસ્ટ નાખવી. તીખાશ તમને ફાવતું હોય એ રીતે લીલા મરચા એડ કરવા. આ બધુ સરસ મીક્સ કરી ને ફરી 1/2 કલાક ઢાંકી ને રેહવા દેવુ.આવુ કરવા થી ખમણ એકદમ સોફ્ટ બનશે. ઈડલી નું ખીરુ હોય એ રીતે ખીરુ બનશે.

  8. 8

    નોટ:૪૦૦ ગ્રામ ચણા ની દાળ માં એક કિલો ખમણ ત્યાર થાસે

  9. 9

    હવે એક બાજુ ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું.

    હવે જો તમે ૪૦૦ ગ્રામ દાળ પલાળી હોય તો ૨ કપ ખીરુ ત્યાર થાસે.

  10. 10

    ૨ કપ ખીરુ હોય તો ૧ ચમચી ખાવા નો સોડા નાખવો.હવે એક જાડી ડીશ માં તેલ લગાડી ને આ ખીરુ નાખવું.અને ફૂલ ગેસ પર ૧૦ મિનીટ વરાળે બાફવું.

  11. 11

    હવે ખમણ ને ૧૫ મિનીટ માટે ઠંડા થવા દેવા ત્યાર બાદ જ કટ કરવા. કારણ કે આ એકલી ચણા ની દાળ ના છે તો ગરમ ગરમ કટ નહિ કરવા. આ ખમણ ને તમે કોરા તેલ જોડે પણ ખાઈ સકો અને વાઘરી ને પણ ખાઈ સકો.

  12. 12

    હવે એક કડઈમાં માં ૪-૫ મોટી ચમચી તેલ લઈ ને તેમાં ૧ ચમચી હિંગ, ૨ મોટી ચમચી રાઈ,૧ ચમચી જીરૂ, તીખા મરચા ૫-૬ મોટા ટુકડા કરી ને નાખવા,૮-૧૦ લીમડા ના પાન બધુ એડ કરવું તેલ મા અને બધુ 1/2મીનીટ સાતાળવુ પછી તેમાં ખમણ એડ કરવા.

  13. 13

    તો ત્યાર છે વાટેલી દાળના ખમણ. આ ખમણ ને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes