કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.
#NoOvenBaking

કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)

માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.
#NoOvenBaking

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2.5 થી 3 કલાક
18 થી 20 કૂકીસ
  1. વેનિલા હાર્ટ કુકીસ
  2. 1/4 કપબટર
  3. 1/2 કપઆઈસિંગ ખાંડ
  4. 1/4 ટી સ્પૂનવેનીલા એક્સ્ટ્રાક્ટ
  5. 3/4 કપમેંદો
  6. 1/8 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ચપટીબેકિંગ સોડા
  8. 2 ટીસ્પૂનદૂધ
  9. 1/4 ટી સ્પૂનરેડ ફૂડ કલર
  10. જરૂર મુજબ પાણી
  11. નટેલા ચોકો ચીપ્સ કુકીસ
  12. 1/4 કપબટર
  13. 1/8 કપઆઈસિંગ ખાંડ
  14. 1/8 કપબ્રાઉન ખાંડ
  15. 1/4 ટી સ્પૂનવેનીલા એક્સ્ટ્રાક્ટ
  16. 3/4 કપમેંદો
  17. 1/8 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  18. ચપટીબેકિંગ સોડા
  19. 2 ટીસ્પૂનદૂધ
  20. 1/4 કપચોકો ચીપ્સ
  21. 3 ટી સ્પૂનનટેલા

રાંધવાની સૂચનાઓ

2.5 થી 3 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં બટર અને આઈસિંગ ખાંડ લો. બટર અને ખાંડ સરખું મિક્સ કરી લો. વેનિલા એક્સ્ટ્રાક્ટ નાખી સરખું મિક્સ કરી લો. હવે 1 વાસણ માં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળી લો. મેંદા અને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ના મિશ્રણ ને બટર અને ખાંડ ના મિક્સ માં 3 બેચ માં મિક્સ કરી લો. લોટ થોડો crumbly (કકરો) હશે.

  2. 2

    લોટ ને 2 હિસ્સા માં 1:2 ના પ્રમાણ માં વહેંચી લો. બેઉ ભાગ માં એકદમ સહેજ દૂધ ઉમેરાતાં જાઓ અને લોટ બાંધી લો. જે નાનો ભાગ છે તે સફેદ જ રાખવો. મોટો ભાગ છે એમાં પહેલા રેડ ફૂડ કલર ઉમેરો અને સરખું મિક્સ કરી લો ત્યારબાદ જરૂર મુજબ દૂધ ઉમેરો અને સરસ નરમ લોટ બાંધી લો.

  3. 3

    હવે રેડ કલર ના લોટ ને બટર પેપર પર મૂકી વાણી લો. હાર્ટ શેઈપ ના કટર થી કટ કરી લો. 1 હાર્ટ ઉપર સહેજ પાણી લગાવી બીજું હાર્ટ મૂકી દો. આવી રીતે આખો બ્લોક તૈયાર કરી લો.

  4. 4

    આ લોટ ને 35 થી 40 મિનિટ ફ્રીઝર માં ઠંડો થવા મૂકી દો. લોટ એકદમ કડક હોવો જોઈએ તો જ શેઈપ જળવાઈ રહેશે. હવે તેની આજુ બાજુ વ્હાઇટ લોટ ના નાના નાના ટુકડા ફરતે લગાવી લો અને કવર કરી લો. આ બ્લોક ને હવે ફ્રીજ માં 1/2 કલાક સેટ થવા મૂકો. 30 મિનિટ પછી બહાર કાઢી સરખો સીધો ગોળ શેઈપ માં કરી લો. હવે તેની ગોળ કુકીસ કટ કરી લો. કૂકર ને મધ્યમ આંચ પર 8 થી 10 મિનિટ ગરમ કરો. 1 પ્લેટ માં બટર પેપર લગાવી ઉપર બધી કૂકી મૂકી દો અને એકદમ ધીમા તાપ પર 18 થી 20 મિનટ બેક કરો. તૈયાર છે વેનિલા હાર્ટ કૂકીસ. ઠંડી થાય એટલે સ્ટોર કરો.

  5. 5

    બાકી વધેલા લોટ માંથી અલગ અલગ રીતે કૂકી બનાવી લેવી.

  6. 6

    સૌ પ્રથમ 1 વાસણ માં બટર, આઈસિંગ ખાંડ અને બ્રાઉન ખાંડ લો. બટર અને ખાંડ સરખું મિક્સ કરી લો. વેનિલા એક્સ્ટ્રાક્ટ અને દૂધ ઉમેરી સરખું મિક્સ કરી લો. હવે 1 વાસણ માં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળી લો. મેંદા અને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ના મિશ્રણ ને 3 બેચ માં બટર અને ખાંડ ના મિક્સ માં મિક્સ કરી લો અને લોટ બાંધી લો.

  7. 7

    હવે લોટ માં ચોકલેટ ચીપ્સ નાખો અને સરખું મિક્સ કરી લો. હવે લોટ ને પ્લાસ્ટિક થી ઢાંકીને ને ફ્રીજ માં 1/2 કલાક રહેવા દો. નટેલા 1/2 ટી ચમચી લઈને બટર પેપર પર મૂકી ને ફ્રીઝર માં 1/2 કલાક સેટ થવા દો.

  8. 8

    1/2 કલાક પછી બેઉ બહાર કાઢી લો. 1 ટેબલ ચમચી લોટ લઈ તેમાં વચ્ચે 1 નટેલા નો પીસ મૂકી ગોળ કૂકી વાળી લો. કૂકી થોડી દબાવીને ચપટી કરી લો. હવે કૂકર ને મધ્યમ આંચ પર 8 થી 10 મિનિટ ગરમ કરો. 1 પ્લેટ માં બટર પેપર લગાવી ઉપર કૂકી મૂકો અને એકદમ ધીમા તાપ પર 18 થી 20 મિનટ બેક કરો. એકસાથે 3 થી વધારે કૂકી ના મૂકવી. આવી રીતે બીજી કૂકી તૈયાર કરી લો. તૈયાર થઈ જાય એટલે ઠંડી થઈને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ડબ્બામાં ભરી સ્ટોર કરી લો.

  9. 9

    હવે બધી જ કૂકીસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes