ચોકલેટી સેવઈ પાઈસમ(payisam recipe in gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#south ગુજરાતમાં ઘઉં ની સેવ માંથી ખીર બનાવવામાં આવે છે એ જ પ્રમાણે સાઉથ ના રાજ્યોમાં પોંગલ જેવા તહેવારોમાં આ ઘઉં ની સેવ માંથી પાયસમ બનાવવામાં આવે છે ખીર અને પાયસમ એક જ છે ખીર માં દૂધ હોય છે પાયસમમા કોકોનટ મિલ્ક વપરાય છે ખીરમાં ગળપણ માટે ખાંડનો ઉપયોગ થાય છે જ્યારે સાઉથમાં પાયસમ માટે ગોળ વપરાય છે ગોળના ઉપયોગથી હેલ્ધી પણ બને છે અને એક સ્વીટ તરીકે ખવાય છે એમાં ડ્રાયફ્રુટ ઘીમાં શેલો ફ્રાય કરી ને તથા ડેકોરેશન માટે વપરાય છે અહીં મેં બાળકોને આકર્ષવા માટે ચોકલેટ થી ડેકોરેશન કર્યું છે

ચોકલેટી સેવઈ પાઈસમ(payisam recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#south ગુજરાતમાં ઘઉં ની સેવ માંથી ખીર બનાવવામાં આવે છે એ જ પ્રમાણે સાઉથ ના રાજ્યોમાં પોંગલ જેવા તહેવારોમાં આ ઘઉં ની સેવ માંથી પાયસમ બનાવવામાં આવે છે ખીર અને પાયસમ એક જ છે ખીર માં દૂધ હોય છે પાયસમમા કોકોનટ મિલ્ક વપરાય છે ખીરમાં ગળપણ માટે ખાંડનો ઉપયોગ થાય છે જ્યારે સાઉથમાં પાયસમ માટે ગોળ વપરાય છે ગોળના ઉપયોગથી હેલ્ધી પણ બને છે અને એક સ્વીટ તરીકે ખવાય છે એમાં ડ્રાયફ્રુટ ઘીમાં શેલો ફ્રાય કરી ને તથા ડેકોરેશન માટે વપરાય છે અહીં મેં બાળકોને આકર્ષવા માટે ચોકલેટ થી ડેકોરેશન કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ચમચા ઘી
  2. અંદાજે ૧ લીટર દૂધ અથવા કોકોનટ મિલ્ક
  3. 1મોટો બાઉલ ઘઉં ની સેવ
  4. પોણી વાટકી ગોળ
  5. 1/2ચમચી એલચીનો ભૂકો
  6. 1પીસ ચોકલેટ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી મૂકો તેમાં ઘઉંની સેવ નાખો સહેજ ગુલાબી થાય એટલી શેકી લો

  2. 2

    સેવ ગુલાબી થાય એટલે તેમાં અંદાજે ૧ લીટર દૂધ અથવા કોકોનટ milk નાખો અને દૂધને ઉકળવા દો મેં અહીં રેગ્યુલર દૂધ લીધું છે હવે દૂધ ઉકળવા થી સેવ ચડી જશે એ વખતે ઉકળતા દૂધમાં ગોળ નાખો ગોળ ને કારણે દૂધનો રંગ આછો કેસરી જેવો કેરેમલ થયેલી ખાંડ જેવો થઈ જશે

  3. 3

    હવે દૂધને થોડીવાર માટે ઉકળવા દો અને એકદમ સરસ જાડી ખીર જેવો એકરસ થાય ત્યાં સુધી ઉકાળો એ પછી ગેસ બંધ કરી એલચીનો ભૂકો નાખો જો ડ્રાયફ્રુટ નાખવા હોય તો અત્યારે ઘીમાં શેકેલા ડ્રાયફ્રુટ નાખી શકાય મેં અહીં ડ્રાયફ્રુટ નાખ્યા નથી પરંતુ બાળકોને આકર્ષવા માટે ચોકલેટ ખમણી ને નાખી છે

  4. 4

    અહીં ગોળ ને કારણે એક હેલ્ધી વર્ઝન બન્યું છે વળી ખજૂર અથવા ખારેક પણ નાખી શકાય જો ખજૂર નાખી એ તો ગોળનું પ્રમાણ ઓછું કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

Similar Recipes