મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો

મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)

બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપમેંદો
  2. ૧ ચમચીબેસન
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. આમચૂર પાઉડર ૧ ચમચી
  5. તલ ૧ ચમચી
  6. ૧ ચમચીજીરું
  7. ૧ ચમચીસૂકા ધાણા
  8. ૧ નંગતજ
  9. ૨ નંગલવિંગ
  10. ૧ ચમચીવરિયાળી
  11. ૨ નાની ચમચીઆંબલીની ચટણી
  12. ૧ ચમચી નારિયેળનુ છીણ
  13. ૨ ચમચીખાંડ
  14. ૨ચમચી બેસન
  15. તેલ તળવા માટે ને મોણ માટે
  16. ચપ્પુ કાપાં કરવા
  17. આદની વેલણ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, બેસન, બે ચમચી તેલ લો. ત્યારબાદ અંદર ચપટી મીઠું નાખો. આ બધું મિક્સ કરી થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને થોડો કડક લોટ બાંધો. લોટને ઢાંકીને ૨૦ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    હવે ભાખરવડીનો મસાલો બનાવી લો.એક પેન માં વરિયાળી, તલ, જીરું, સૂકા ધાણા ને સેકી લો ત્યાર બાદ તેમાં તજ લવિંગ ઉમેરી મિક્સરના જારમાં બરાબર ક્રશ કરી લો.

  3. 3

    ત્યાર બાદ એક પેન માં તેલ લો તેમાં બેસન સેકી લો તેમાં લાલ મરચું, હળદર, મીઠુ તૈયાર મસાલો ઉમેરી ને મિક્સ કરી લો

  4. 4

    ૨૦ મિનિટ બાદ હાથ પર તેલ લગાવીને લોટને સારી રીતે મસળો અને લોટના લુવા બનાવો.ને મોટી રોટલી જેવું વણી લો

  5. 5

    તેના ઉપર આંબલી નું પાણી લગાવી દો જેથી મસાલો ચોંટી જાય... હવે તૈયાર મસાલો લગાવી ને હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો. મસાલો બહાર ના આવે એ રીતે રોલ ટાઇટ વાળવો

  6. 6

    પછી તેના નાના નાના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા. તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે.

  7. 7

    હવે અડધો કલાક તેને હવામાં થોડીવાર ખુલ્લી રહેવા દો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ભાખરવડી તળવા માટે તેલ મિડિયમ ગરમ જોઇએ. ભાખરવડી મિડિયમ અને લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લો.તૈયાર છે સ્વાદિષ્ટ મિનિ ભાખરવડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Heena Boda
Heena Boda @cook_25021074
કેટલો ટાઈમ રહે ભાખરવડી?

Similar Recipes