ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#વેસ્ટઇન્ડિયા
#સાતમ
#પોસ્ટ૩૨
અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. કેક માટે
  2. 80 ગ્રામવાળા ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ ૩ પેકેટ
  3. 1બાઉલ દૂધ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 3 ચમચીખાંડ
  6. ડેકોરેશન માટે:
  7. 100 ગ્રામમિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ પીગળેલી
  8. 1નાનું પેકેટ ચેરી
  9. 1પેકેટ જેમ્સ
  10. 2નાના કોન(વેફર બિસ્કીટ કોન સાદા)
  11. 1મોટુ બાઉલ ક્રીમ(આઈસીંગ ક્રીમ બેકરીમાં તૈયાર મળે છે જેને બીટર ની મદદથી તૈયાર કરવાનું છે)
  12. 4 ચમચીકલરફુલ ચોકલેટ સેવ
  13. 4-5જેલી પીસ
  14. 2કોઈપણ ચોકલેટ (અહીં પર્ક અને ડેરી મિલ્ક લીધેલ છે)

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ નાના-નાના ટુકડા કરીને એક મિક્સર જારમાં ઉમેરી તેનો એકદમ બારીક પાઉડર કરી લેવો. ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સર જારમાં ક્રશ કરી લેવુ.

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને કેક મોલ્ડ માં બટર અને મેંદાના લોટ વડે ગ્રીસ કરી ઉમેરી દેવું. ત્યાર બાદ એક કૂકરમાં સીટી અને રીંગ કાઢીને એક બાઉલ મીઠું ઉમેરી તેમાં લીડ કે રસોઈ માં વપરાતો કાંઠો મૂકી તેને ૫ મિનિટ વધારે તાપ પર પ્રી હિટ કરી લેવું

  3. 3

    ત્યાર પછી તેમાં કેક ટિન મૂકી તેને ધીમા તાપે ૨૫ થી 30 મિનિટ બેક થવા દેવું. આ વસ્તુ ઓવનમાં કરવું હોય તો સો ડિગ્રી તાપમાન પર 20 થી 25 મિનિટ બેક કરી શકાય. ત્યારબાદ તેને એક કલાક માટે ઠંડું થવા દેવું ઠંડું થઈ જાય એટલે તમારી પાસે જે સાઈઝ ની જાર હોય એ જાર મુજબ કેકને 3 નાના રાઉન્ડ શેપમાં કટ કરી લેવી.

  4. 4

    ત્યારબાદ આઈસીંગ માટેની ક્રીમ બિટર વડે તૈયાર કરી લેવું. ત્યાર પછી કેક માટેની જાર ને તમને પસંદ હોઈ એ રીતે ડેકોરેટ કરી લેવી. ચોકલેટ સ્લેબ ને ડબલ બોઈલર ની રીતથી ઓગાડી લેવી.મેં અહીં મેલ્ટ ચોકલેટ તેમજ બિસ્કીટ જેમ્સ, પર્ક, ચોકલેટ સેવ મદદથી ચોકલેટ જાર માં ડેકોરેશન કરેલું છે.

  5. 5

    ત્યારબાદ ચોકલેટ જારને દસ મિનિટ ફ્રીઝરમાં સેટ થવા મૂકવી હવે એક પાઈપીન બેગમાં સ્ટાર નોઝલ લગાવી તેમાં આઈસીંગ ક્રીમ ભરી જારના તળિયે થોડું આઈસીંગ ક્રીમ ઉમેરવું તેના પર કેક નું રાઉન્ડ શેપમાં કટ કરેલુ પીસ મૂકવું. આ પ્રક્રિયા ત્રણ વાર કરવી. ત્યારબાદ તેની પર ક્રીમ થી જાર ના ઉપરના ભાગે ડેકોરેશન કરી તેના પર ચેરી, જેલી, ચોકલેટ સેવ, તેમજ કોન વડે ડેકોરેશન કરવું.

  6. 6

    અહીં કોન સાદો લીધેલો છે. જેમા ઓગાળેલી ચોકલેટ ભરી તેના પર આઈસીંગ ક્રીમ તેમજ ચોકલેટ સેવ થી ડેકોરેશન કરેલું છે.

  7. 7

    બધું જ તૈયાર થઈ જાય પછી જારને 20 મિનિટ સુધી ફ્રીઝના સેટ કરવા મૂકવી. તો આ રીતે તૈયાર છે મોઢામાં પાણી લાવી દેતી સ્વાદિષ્ટ ચોકો લોડેડ જાર કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes