વડા પાવ(vada pav recipe in gujarati)

Vaishnavi Prajapati
Vaishnavi Prajapati @cook_25791093
અમદાવાદ

વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત.

વડા પાવ(vada pav recipe in gujarati)

વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. વડા બનાવવા માટે
  2. 250 ગ્રામબેસન,
  3. 3-4બટાકા,
  4. મીઠો લીમડો,
  5. આદુ મરચા ની પેસ્ટ
  6. લસણ ની સૂકી ચટણી બનાવવા માટે
  7. હાલ્ફ કપ લસણ ની કળી,
  8. આખા ધાણા 2 મોટી ચમચી,
  9. સૂકા લાલ કાશમરી મરચા
  10. હાલ્ફ કપ સુખુ કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ વડા બનાવવા માટે એક બાઉલ માં બેસન નો લોટ લઇ તેમાં હળદર લાલ મરચું મીઠુ અને ખાવાનો સોડા ઉમેરી ખીરું તૈયાર કરો. બટાકા ને બાફી ઠંડા કરવા ને મેષ કરવા તેમાં આદું મરચા ની પેસ્ટ હળદર, લાલ મરચું પાઉડર અને મીઠુ ઉમેરો. અને એક વાસણ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરો અને તેમાં બટાકા નો માવો add કરવો. પછી ઠંડુ પડી ગોલા વાળવા અને બેસન ના ખીરા માં ઉમેરી ગરમ ગરમ ઉતારવા. તૈયાર છે આપણા વડા.

  2. 2

    લસણ ની સુખી ચટણી માટે :- ઉપર બતાવેલ લસણ ની ચટણી માટે ની સામગ્રી માંથી લસણ અને કોપરા નું છીણ અને ડ્રાય મસાલા પેન માં લઇ સાંતળવા અને ઠંડુ પડી મિક્સર માં ગ્રાઇન્ડ કરવું તૈયાર છે આપણી સૂકી લસણ ની ચટણી.

  3. 3

    વડા પાવ ના પાવ ને વચ્ચે થી કટ લગાવી પહેલા તેમાં બટર add કરી પછી લસણ ની સૂકી ચટણી લગાવી વડા મુકવા અને પેન પર આગળ પાછળ બટર કે તેલ લગાવી ગ્રીલ કરવું. તૈયાર છે આપણા બહુ જ ટેસ્ટી વડાપાંવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishnavi Prajapati
Vaishnavi Prajapati @cook_25791093
પર
અમદાવાદ
“Cooking with love is my passion. It helps me keep busy and connects me to the best of people” 0BY OIOP ON APRIL 2, 2020
વધુ વાંચો

Similar Recipes