ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#નોર્થ
#પોસ્ટ1
નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.
ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે.

ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)

#નોર્થ
#પોસ્ટ1
નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.
ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 1.5 કપમેંદો
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1/2 કપદહીં
  4. 1/4 કપઝીણી સુધારેલી કોથમીર
  5. 1ચમચો ઝીણું સુધારેલું લસણ
  6. 1.5 ચમચીડ્રાય અકટિવ યીસ્ટ
  7. 1ચમચો માખણ
  8. 1 ચમચીતેલ
  9. 1/2 કપખમણેલું ચીઝ
  10. નાન માટે માખણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મેંદો, ઘઉં નો લોટ, કોથમીર, લસણ, યીસ્ટ, મીઠું અને માખણ નાખી ભેળવી લો અને પછી દહીં થી નરમ લોટ બાંધી લો.

  2. 2

    1 ચમચી તેલ નાખી સારી રીતે કુનવી લો અને ભીનું કપડાં થી ઢાંકી ને 2 કલાક માટે હૂંફાળી જગ્યા પર રાખી દો.

  3. 3

    2 કલાક પછી લોટ ફૂલી ને ડબલ થઈ ગયો હશે તેને પંચ મારી અને પછી થોડો કુનવી ને એક સરખા લુવા કરી લો.

  4. 4

    એક લુવો લઈ થોડું વણી લો અને પછી એક ચમચો ચીઝ મૂકી ફરી લુવો બનાવી લો.

  5. 5

    હવે હલકા હાથે લંબગોળ વણી લો અને ઉપર ની સાઈડ પાણી લગાવો. સાથે સાથે લોઢી પણ ગરમ થવા મૂકી દેવી.

  6. 6

    ગરમ લોઢી પર પાણી વાળો ભાગ લોઢી માં આવે એ રીતે વણેલી નાન રાખો.

  7. 7

    થોડી વાર પછી લોઢી ઉલટી કરી નાન ને સીધી ગેસ ની આંચ પર પકાવો.

  8. 8

    થોડી ચડશે એટલે લોઢી થી છૂટવા લાગશે એટલે ચિપિયા ની મદદ થી બીજી બાજુ પણ આંચ પર પકાવી લો.

  9. 9

    માખણ લગાવી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes