પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#નોર્થ
પનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે.

પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)

#નોર્થ
પનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. પનીર ભૂર્જી માટે:
  2. 1 કપબારીક સમારેલ ડુંગળી
  3. 2 કપબારીક સમારેલ ટામેટા
  4. 250ગરમ પનીર
  5. 3 ટેબલસ્પૂનબટર
  6. 1/4 ટીસ્પૂનજીરુ
  7. 1તમાલપત્ર
  8. 1/4 ટીસ્પૂનહિંગ
  9. 1આદુ - લસણ ની પેસ્ટ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1/2 ટીસ્પૂનહળદર
  12. 2 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  13. 1 ટીસ્પૂનધાણાજીરું
  14. 2 ટેબલસ્પૂનપંજાબી ગરમ મસાલો
  15. 1 કપપાણી
  16. 1 ટેબલસ્પૂનકસૂરી મેથી
  17. 2 ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  18. કુલચા માટે:
  19. 3 કપમેંદો
  20. 1/4 કપદહીં
  21. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  22. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  23. 3 ટેબલસ્પૂનતેલ
  24. સ્વાદ પ્રમાણેમીઠું
  25. 1 ટીસ્પૂનખાંડ
  26. 1/4 કપદૂધ
  27. જરૂર મુજબ પાણી
  28. 3 ટેબલસ્પૂનકાળા તલ
  29. 4 ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  30. બટર કુલચા પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પનીર ભુર્જી માટે: સૌ પ્રથમ એક કઢાઈ માં બટર ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરું, તમાલપત્ર, હિંગ અને આદુ - લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ને 3-4 મિનિટ સાંતળો. ડુંગળી ગુલાબી રંગ ની થાય પછી તેમાં સમારેલ ટામેટા ઉમેરી ને ઢાંકી ને 3-4 મિનિટ ચડવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ અને પંજાબી ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી ને 5 મિનિટ ઉકાળો.

  4. 4

    પનીર ને હાથ થી ક્રંબલ કરી લો. હવે ગ્રેવી માં પનીર ઉમેરી દો. હવે ઢાંકી ને 5 મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં કસૂરી મેથી ઉમેરી ને મિક્સ કરી લો. પનીર ભુર્જી તૈયાર છે. કોથમીર ભભરાવી ને સર્વ કરો.

  5. 5

    કુલચા માટે: એક કથરોટ માં મેંદો ચાળી લો. હવે તેમાં મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને તેલ ઉમેરો. તેના પર દહીં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે દૂધ ઉમેરી ને કણક બાંધો જરૂર જણાય તેટલું પાણી ઉમેરવું. કણક ને 1 ટીસ્પૂન જેટલું તેલ લગાવી ને ઢાંકી ને 3-4 કલાક રાખો.

  7. 7

    હવે કણક ને ફરીથી મસળી લો અને તેમાંથી લુઆ પાડી લો.

  8. 8

    હવે પાટલી પર કાળા તલ અને કોથમીર ભભરાવો. તેના પર લુઓ મૂકી ને કુલચા ને લંબગોળ આકાર માં વણી લો.

  9. 9

    ઉપર ની બાજુ પાણી લગાવી ને લોઢી કે તવા પર પાણી વાળી બાજુ મૂકી ને કુલચા ને એક બાજુ 1 મિનિટ શેકો.

  10. 10

    હવે લોઢી ને ઊંઘી કરી ને બીજી બાજુ બરાબર શેકી લો. કુલચા પર બટર લગાવી લો.

  11. 11

    તો તૈયાર છે મસાલેદાર પનીર ભુર્જી અને કુલચા. આ ડિશ તમે લંચ કે ડિનર માં માણી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes