કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#સુપરશેફ
#શુક્રવાર
રીંગણનો ઓળો,રોટલો,ખીચડી,કઢી,સલાડ

રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. 

કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ
#શુક્રવાર
રીંગણનો ઓળો,રોટલો,ખીચડી,કઢી,સલાડ

રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 મોટા નંગરીંગણ
  2. 1 ચમચીમરચું પાઉડર
  3. 1 ચમચી ધાણા જીરૂ
  4. 1/4 ચમચીહળદર
  5. 1 નંગડુંગળી (સમારેલી)
  6. 3 નંગટામેટા (ઝીણા સમારેલા)
  7. 2 નંગ લીલા મરચાં (સમારેલા)
  8. 1 ટૂકડો આદું
  9. 1/2 ચમચી જીરૂ
  10. 1 ચપટીહીંગ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીકોથમીર (સમારેલી)
  13. 2 ચમચીતેલ
  14. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણને બરાબર ધોઇ લો. ત્યાર પછી તેમાં ચપ્પુની મદદથી ત્રણ-ચાર જગ્યાએ ચીરા કરો. હવે ગેસની આંચ ચાલુ કરી તેને શેકી લો. 2-3 મિનટ પછી તેને તે શેકાઇ જાય એટલે બીજી તરફથી શેકી લો.

  2. 2

    શેકેલા રીંગણને ઠંડુ થવા માટે એક પ્લેટમાં રાખી દો અને જ્યારે તે ઠંડુ થાય એટલે તેની છાલ ઉતારીને ક્રશ કરી લો.

  3. 3

    હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો અને તેલમાં હીંગ અને જીરૂ,રાઈ ઉમેરી લો. જીરાની સુંગંધ આવે એટલે તેમા ડુંગળી ઉમેરીને તેને હળવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવું

  4. 4

    હવે તેમા ટામેટા ઉમેરો. હવે તેને ઢાંકણથી ઢાંકી લો. ત્યાર પછી તેને 2-3 મિનિટ ધીમી આંચ પર ચઢવા દો. હવે ઢાંકણ ખોલો ટામેટા નરમ એટલે હલાવી દો. એને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તેલ મસાલા મિક્સ થઇ ન જાય. હવે મસાલમાં રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને ગરમ મસાલો ઉમેરી 3-4 મિનિટ રહેવા દો. રીંગણ ચઢે ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો

  5. 5

    તૈયાર છે રીંગણનો સ્વાદિષ્ટ ઓળો. ઉપરથી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો.ઠંડું થાય પછી 1 ચમચી મલાઇ નાંખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal muniwala
bijal muniwala @cook_25980872
પર

ટિપ્પણીઓ

Similar Recipes