સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી  ૨ીંગણ નો ઓળો બાજરા નો  રોટલો

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#વેસ્ટ
સૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો

સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી  ૨ીંગણ નો ઓળો બાજરા નો  રોટલો

#વેસ્ટ
સૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. ઓળો બનાવવા માટે
  2. 500 ગ્રામઓળ આ ના રીંગણાં
  3. 2ડુંગળી ટામેટા ની પ્યુરી
  4. 2 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીધાણજીરૂ
  7. 1/4 ચમચી હળદર
  8. નીમક સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  10. 2ચમચા તેલ વઘાર માટે
  11. બાજરા ના રોટલા માટે
  12. 500 ગ્રામબાજરા નો લોટ
  13. લોટ બાંધવા પાણી
  14. છાસ
  15. અથાણું
  16. લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલા રીંગણાં ધોઈ લો અને પછી તેમા કાપા પાડી તેલ લગાવી શેકી લેવા

  2. 2

    એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી હલાવી લેવું જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર પછી તેમા હળદર મીઠું લાલ મરચું ધાણજીરું નાંખી છાલ કાઢી ને સમારેલા રીંગણાં નાં ઓલાં માં મિક્સ કરવું

  3. 3

    અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું ચડી જાય એટલે નીચે ઉતારી બાઉલ માં ભરી કોથમીર ભભરાવી દો

  4. 4

    હવે રોટલા બનાવવા માટે ગેસ ચાલુ માટી ની તાવડી ગરમ કરવા મૂકો બાજરા ના લોટ ને કથરોટ મા ચાળી પાણી ઉમેરી રોટલા નો લોટ બાંધી પાણી થી મસળી લુવો લઈ હાથ વડે રોટલા ને ટીપી ગરમ તાવડી માં નાખી ચડવા દો

  5. 5

    એક બાજુ કચો ચડે તો બીજી બાજુ ચડી જવા દો હવે કાચી સાઈડ વાળા ભાગ ચડવા દેવું ફૂલી જાય એટલે નીચે ઉતારી છરી વડે ખોલી ઘી લગાવી લો અને પ્લેટ માં મૂકી દો અા રેસીપી મારા લીસ્ટ માં હોવાથી ફોટા મૂક્યા નથી

  6. 6

    અથાણું ની રેસીપી પણ મારા રેસીપી લીસ્ટ માં છે હવે રોટલા વાળી પ્લેટ માં બનાવેલ ઓળો અથાણું લીલું મરચું અને છાસ સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes