સેવ ખીર(sev kheer recipe in gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
શેર કરો

ઘટકો

15 મિનિટે
2 માણસ
  1. વાટકો સેવૈયા
  2. લીટર દૂધ
  3. વાટકો ખાંડ
  4. ૧.૫ ચમચી એલૈચી જાયફળ નો ભૂકો
  5. ૧/૨ ચમચીઘી –સેવ ને શેકવા માટે
  6. થોડાકેક્સર ના તાંતણા
  7. ૧/૪વાટકો બાદામ અને કાજુ ના ના કટકા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટે
  1. 1

    સૌ પ્રથમ એક તપેલા માં દૂધ ને ગરમ કરી લો. નાની વાટકી માં કેસર ના તાંતણા અને ૨ ચમચી ગરમ દૂધ પલાળી દો. આમ કરવા થી કેસર ની રંગ અને સ્વાદ ખીલી ને આવશે.જાડા તળિયા વાળા તપેલા માં ઘી લો, એમાં સેવ ને ધીમા ગેસ પર શેકો. હલાવતા રેહવું એટલે સેવ બધી બાજુ થી બરાબર શેકાય. આમ ઘી માં શેકવાથી એક સરસ મજાની ફ્લેવર અને સ્વાદ ઉમેરાશે.જયારે સેવ સરસ શેકાય ને બ્રાઉન કલર ની થઇ જાય એટલે એમાં ગરમ દૂધ ઉમેરો. માધ્યમ આંચ પર ઉકળવા દો. વચ્ચે હલાવતા રેહવું એટલે તળિયા કે સાઈડ પર સેવ કે દૂધ ચોંટે ની.

  2. 2

    ઉકાળવામાં ઉપર જે મલાઈ આવે એને સાઈડમાં કરતા રેહવાનું..૭-૧૦ min સુધી ઉકાળવું.પલાળેલું કેસર, ખાંડ અને એલૈચી જાયફળ નું ભૂકો ઉમેરો. બાદામ કાજુ ના કટકા ઉમેરો. ૨-૩ min ઉકાળવા દો.દૂધ ઠંડુ પડશે એટલે વધારે ઘટ્ટ થઇ જશે તો એવી રીતે જ ઉકાળવું. મને આ મીઠાઈ ઘટ્ટ જ ભાવે. સજાવટ માટે થોડી બાદામ ની કાતરણ અને કેસર ઉમેરી શકાય. ઠંડુ પડે એટલે ફ્રીઝ માં ૫-૬ કલાક માટે મૂકી દો.મારા પરિવાર ને આ ખીર મસાલા પૂરી સાથે બહુ જ ભાવે. આપ પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
પર
I LOVE COOKING😊🥰😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
કંચન બેન મેં પણ તમારી સેવ ખીર રેસીપી જોય ને બનાવી છે ખુબ સરસ👍👌

Similar Recipes